દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને સતત વધતા રાજકીય દબાણ વચ્ચે એક અત્યંત મોટા સમાચાર સામે આવ્યા છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને આંદોલનના 36 મા દિવસે શિક્ષણ મંત્રીએ ખુરશી છોડવાનો નિર્ણય લેતાં દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.


