લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

Jos Buttler T-20 record : શું 15 વર્ષનો વૈભવ બનશે T20નો નવો બાદશાહ? સૌથી વધુ રન બાદ જોસ બટલરનું મોટું નિવેદન!

by

Thenewsdk

Updated: 06-08-2026, 02.43 PM

Follow us:

T-20 ક્રિકેટના ઇતિહાસમાં નવો સુવર્ણ અધ્યાય લખી દીધો છે. ‘દ હંડ્રેડ’ ટુર્નામેન્ટમાં મેનચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી રમતા બટલરે વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને પાછળ છોડીને T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

20 બોલમાં નવો રેકોર્ડ બનાવ્યો
વેલ્શ ફાયર સામેની મેચમાં બટલરે માત્ર 20 બોલમાં 250ની સ્ટ્રાઇક રેટથી અણનમ 51 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં 6 સિક્સર અને 2 ચોગ્ગા સામેલ હતા.

આ ઇનિંગ સાથે જ બટલરના T-20 ક્રિકેટમાં કુલ 14,833 રન થઈ ગયા છે. તેમણે કિરોન પોલાર્ડના 14,803 રનનો રેકોર્ડ તોડ્યો છે. આ લિસ્ટમાં ક્રિસ ગેલ 14,562 રન સાથે ત્રીજા સ્થાને છે.

વૈભવ સૂર્યવંશી વિશે શું બોલ્યો બટલર?
આ ઐતિહાસિક સફળતા બાદ સ્કાઈ સ્પોર્ટ્સ સાથે વાત કરતા બટલરે હસીને કહ્યું, “T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવું એ ગર્વની વાત છે પણ એક દિવસ કોઈ આ રેકોર્ડ ચોક્કસ તોડશે અને કદાચ એ ખેલાડી ભારતનો વૈભવ સૂર્યવંશી હશે!”

ઉલ્લેખનીય છે કે, માત્ર 15 વર્ષના ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરમાં જ સમગ્ર ક્રિકેટ જગતમાં સન્સનાટી મચાવી છે. તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામે ટી-20 સીરીઝમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બનવા ઉપરાંત અંડર-19 વર્લ્ડ કપ અને આઈપીએલ-2026માં ઓરેન્જ કેપ મેળવીને તેણે પોતાની પ્રતિભા સાબિત કરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤