ઓઇલ કંપનીઓના જણાવ્યા મુજબ તમામ ઘરેલુ LPG ગ્રાહકો માટે આધાર આધારિત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ ચકાસણીનો હેતુ સાચા લાભાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવાનો અને સરકારી યોજનાઓનો લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. જો સમયસર e-KYC પૂર્ણ નહીં થાય તો ગ્રાહકોને ગેસ પુરવઠો અને સબસિડી સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
હાલ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ કેટલા છે?
1 ઓગસ્ટ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હાલ મુખ્ય શહેરોમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ આ પ્રમાણે છે:
- દિલ્હી – ₹942
- કોલકાતા – ₹968
- મુંબઈ – ₹941.50
- ચેન્નાઈ – ₹957.50
ઉજ્જવલા યોજના પર પણ પડશે અસર
વર્ષ 2016માં શરૂ થયેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ પરિવારોને LPG કનેક્શન આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને દર વર્ષે મળતા રિફિલ પર ₹300ની સબસિડી સીધી DBT (Direct Benefit Transfer) દ્વારા તેમના બેંક ખાતામાં જમા થાય છે. ઓઇલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે, કે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓએ પણ 16 ઓગસ્ટ પહેલાં e-KYC પૂર્ણ કરાવવું જરૂરી છે. અન્યથા સબસિડી મેળવવામાં વિલંબ અથવા મુશ્કેલી સર્જાઈ શકે છે.
ઘરે બેઠા કેવી રીતે કરશો e-KYC?
ગ્રાહકો નીચેના વિકલ્પો દ્વારા સરળતાથી e-KYC પૂર્ણ કરી શકે છે:
- IndianOil One App દ્વારા ઘરે બેઠા ઓનલાઇન e-KYC.
- પોતાના LPG ડિસ્ટ્રિબ્યુટર (ગેસ એજન્સી)ની મુલાકાત લઈને.
- ગેસ સિલિન્ડર ડિલિવરી માટે આવતા ડિલિવરી બોયની મદદથી.
ઓઇલ કંપનીઓ ગ્રાહકોને સતત SMS દ્વારા યાદ અપાવી રહી છે કે અંતિમ તારીખ પહેલાં e-KYC પૂર્ણ કરી દેવામાં આવે, જેથી ભવિષ્યમાં ગેસ પુરવઠો અથવા સબસિડી સંબંધિત કોઈ મુશ્કેલી ન સર્જાય.




Leave a Comment