ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અફઘાનિસ્તાન સામે 3 T-20 મેચોની સિરીઝની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝની શરૂઆત 13 સપ્ટેમ્બરથી થશે. બીજી T-20 મેચ 15 અને અંતિમ મેચ 17સપ્ટેમ્બરે રમાશે. આ સાથે જ ભારતના બાંગ્લાદેશ પ્રવાસ પર મોટો સંશય ઊભો થયો છે. આ પ્રવાસ સપ્ટેમ્બરમાં જ યોજાવાનો હતો પરંતુ, હવે શિડ્યુલ ટકરાવાને કારણે તે રદ્દ થઈ શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
દિલ્હીમાં રમાશે ભારત-અફઘાનિસ્તાન T-20 સિરીઝ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણેય T20 મેચો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે:
- પ્રથમ T20: 13 સપ્ટેમ્બર – દિલ્હી
- બીજી T20: 15 સપ્ટેમ્બર – દિલ્હી
- ત્રીજી T20: 17 સપ્ટેમ્બર – દિલ્હી



Leave a Comment