સમોઆની ઇનિંગ્સની 15મી ઓવર નાખવા માટે વાનુઆતુના બોલર નાલિન નિપિકો મેદાન પર આવ્યા હતા. અહીંથી ક્રિકેટના રેકર્ડ બુકમાં કાયમ માટે નોંધાઈ જાય તેવી ઓવરની શરૂઆત થઈ. ડારિયસ વિસરે ઓવરની શરૂઆતના ત્રણેય બોલ પર ડીપ મિડવિકેટની ઉપરથી શાનદાર છગ્ગા ફટકાર્યા.
આ પછી બોલરે ફ્રન્ટ ફૂટ નો-બોલ ફેંક્યો અને ફ્રી-હિટ મળતા વિસરે લેગ સાઈડમાં વધુ એક સિક્સર ફટકારી દીધી. આ ઓવરમાં નો-બોલ અને ઊંચાઈના કારણે મળેલા ફ્રી-હિટનો સિલસિલો ચાલુ રહ્યો, જેમાં વિસરે ફાઇન લેગ અને સ્ક્વેર લેગ પર લાંબા છગ્ગા ફટકારવાનું ચાલુ રાખ્યું. આખી ઓવરમાં 39 રન (6,6,6, ડીબી 6, ડોટ, એનબી, એનબી 6,6) બન્યા હતા.
અજાણ્યા ખેલાડીની માત્ર ત્રીજી જ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ
આશ્ચર્યની વાત એ છે કે, આ રેકર્ડ બનાવનાર ડારિયસ વિસર માટે આ તેમના કરિયરની માત્ર ત્રીજી જ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. 28 વર્ષની વયે આ મહારેકર્ડ સર્જનારા વિસરે આ મેચમાં કુલ 62 બોલનો સામનો કરીને 132 રનની અત્યંત વિસ્ફોટક અને યાદગાર શતકીય ઇનિંગ રમી હતી. આ ઇનિંગની મદદથી સમોઆની ટીમે એક મજબૂત સ્કોર ઊભો કર્યો હતો અને ક્રિકેટ જગતમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી હતી.
ટી૨-20 ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રનનો નવો રેકર્ડ
ક્રિકેટ ઇતિહાસમાં સામાન્ય રીતે એક ઓવરમાં 36 રન બનવા એ પણ ખૂબ મોટી સિદ્ધિ માનવામાં આવે છે, જે યુવરાજ સિંહ, કીરોન પોલાર્ડ, રોહિત શર્મા અને રિંકુ સિંહ જેવા દિગ્ગજોએ હાંસલ કરી છે.
પરંતુ સમોઆના ડારિયસ વિસરે આ તમામ રેકર્ડ પાછળ છોડી દીધા છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ 39 રન બનાવવાનો વર્લ્ડ રેકર્ડ હવે ડારિયસ વિસરના નામે નોંધાઈ ગયો છે, જ્યારે આ લિસ્ટમાં નેપાળના કુશળ ભૂર્તેલ 37 રન સાથે બીજા સ્થાન પર છે.




Leave a Comment