લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

‘હવે ફરી મેદાનમાં ઉતરવાની તૈયારી’! અનાયા બાંગરની પોસ્ટથી ક્રિકેટ જગતમાં ચર્ચા, ટ્રાન્ઝિશન બાદ 2027માં થશે વાપસી?

by

Thenewsdk

Updated: 22-08-2026, 02.26 PM

Follow us:

અનાયા બાંગડે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્પષ્ટ કર્યું છે કે, તેનું ક્રિકેટમાં કમબેક એટલું સરળ કે સામાન્ય નહીં હોય જેટલું લોકો અનુમાન લગાવી રહ્યા છે. તેણે લખ્યું કે, “ક્રિકેટમાં વાપસી એવી નહીં થવાની જેવી દરેક વ્યક્તિ અંદાજો લગાવી રહી છે કે આશા રાખી રહી છે.

” આટલું જ નહીં, તેણે આગળ ઉમેર્યું કે, “સાચું કહું તો મને લાગે છે કે આ જ બાબત તેને વધુ રોમાંચક બનાવે છે.” અનાયાના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે, તે આગામી સમયમાં કંઈક અલગ અને અણધારી રીતે ક્રિકેટ જગતમાં પગ મૂકવા જઈ રહી છે, જોકે તેણે હજુ સુધી કોઈ તારીખ, ટીમ કે ફોર્મેટનો ખુલાસો કર્યો નથી.

ક્રિકેટ સાથે જૂનો સંબંધ અને ટ્રાન્ઝિશનની સંઘર્ષપૂર્ણ સફર
અનાયાનું ક્રિકેટ સાથેનું કનેક્શન ખૂબ જૂનું છે. તે અગાઉ મુંબઈના પ્રખ્યાત ઇસ્લામ જિમખાનામાં ક્લબ ક્રિકેટ રમી ચૂકી છે અને ઇંગ્લેન્ડમાં લિસેસ્ટરશાયરના હિંકલે ક્રિકેટ ક્લબ સાથે પણ જોડાયેલી રહી છે.

જોકે, 2024માં પોતાની જેન્ડર ટ્રાન્ઝિશન જર્નીને પબ્લિક કર્યા બાદ અને માર્ચ 2026માં થાઈલેન્ડમાં જેન્ડર સર્જરી કરાવ્યા પછી તેના પ્રોફેશનલ કરિયર સામે નવા પડકારો ઊભા થયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની મહિલા ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓની ભાગીદારીને લઈને કડક નીતિઓ છે, જેને કારણે તેની આગળની સફર મુશ્કેલ બની છે.

આગામી પગલાં પર સૌની નજર
અનાયા બાંગડ પોતાની પર્સનલ લાઈફ અને રમતગમતના અનુભવો અંગે હંમેશા ખુલીને બોલતી રહી છે. હવે જ્યારે તેણે ક્રિકેટમાં કમબેકના સંકેતો આપ્યા છે ત્યારે તે કયા મંચ પર અને કેવી રીતે કમબેક કરશે તે જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤