ટેસ્ટ ઇતિહાસમાં કેટલાક બેટ્સમેનોએ તો એક જ ઇનિંગમાં 500થી વધુ બોલનો સામનો કરીને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ખાસ યાદીમાં ભારત તરફથી માત્ર એક જ બેટ્સમેન સામેલ છે અને તે છે ગુજરાતનો દિગ્ગજ ચેતેશ્વર પૂજારા.
લિયોનાર્ડ હટન – 847 બોલ
ટેસ્ટની એક ઇનિંગમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના દિગ્ગજ લિયોનાર્ડ હટનના નામે છે. 1938માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં હટને 847 બોલનો સામનો કરીને 364 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી કોઈ બેટ્સમેન એક ઇનિંગમાં 800થી વધુ બોલ રમી શક્યો નથી.
બ્રાયન લારા – 582 અને 538 બોલ
વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા પણ આ યાદીમાં ખાસ સ્થાન ધરાવે છે. લારાએ બે અલગ-અલગ ઇનિંગમાં 500થી વધુ બોલ રમ્યા હતા. એક ઇનિંગમાં તેણે 582 બોલ, જ્યારે બીજી ઇનિંગમાં 538 બોલનો સામનો કર્યો હતો.
ચેતેશ્વર પૂજારા – 525 બોલ
ભારત તરફથી આ યાદીમાં માત્ર ચેતેશ્વર પૂજારાનું નામ સામેલ છે. 2017માં ઓસ્ટ્રેલિયા સામે રાંચી ટેસ્ટમાં પૂજારાએ અદભૂત ધીરજ દર્શાવતા 525 બોલનો સામનો કરીને 202 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન પૂજારાએ લાંબા સમય સુધી ક્રીઝ પર રહીને ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ છે કે 500થી વધુ બોલ રમવાની આ સિદ્ધિ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.
ગેરી કર્સ્ટન અને સનથ જયસૂર્યા પણ યાદીમાં
દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન ગેરી કર્સ્ટન અને શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યા પણ ટેસ્ટની એક ઇનિંગમાં 500થી વધુ બોલનો સામનો કરી ચૂક્યા છે. આ દિગ્ગજોની ઇનિંગ્સ દર્શાવે છે કે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ઝડપથી રન બનાવવા કરતાં લાંબા સમય સુધી વિકેટ પર ટકી રહેવાની કળા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.




Leave a Comment