લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

યુવરાજ, આફ્રિદી અને એબી ડિવિલિયર્સ ફરી મેદાન ગજવશે! WCL સીઝન-3ની તારીખ જાહેર, 3થી 18 ઓક્ટોબર સુધી ધમાકેદાર મુકાબલા

by

Thenewsdk

Updated: 26-08-2026, 04.14 PM

Follow us:

WCL સીઝન-3માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મહાન નિવૃત્ત અને દિગ્ગજ ખેલાડીઓ એક જ મંચ પર એક્શનમાં જોવા મળશે.

આ વખતે ભારતના યુવરાજ સિંહ, દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સ, વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવો, પાકિસ્તાનના શાહિદ અફ્રિડી અને ઈંગ્લેન્ડના મોઈન અલી જેવા સ્ટાર ખેલાડીઓ પોતાના બેટ અને બોલનો જાદુ બતાવશે.

આ ઉપરાંત તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનારા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને બાંગ્લાદેશના મહમૂદુલ્લાહ પણ આ લીગમાં જોડાશે.

‘બાંગ્લાદેશ ચેમ્પિયન્સ’ની નવી એન્ટ્રી
ત્રીજી સીઝનમાં એક નવો ઉત્સાહ ઉમેરાયો છે, કારણ કે આ વખતે ‘બાંગ્લાદેશ ચેમ્પિયન્સ’ની ટીમ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, WCLના પ્રથમ સીઝનના રોમાંચક ફાઈનલમાં ‘ઇન્ડિયા ચેમ્પિયન્સ’ ટીમે ‘પાકિસ્તાન ચેમ્પિયન્સ’ને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. જ્યારે બીજી સીઝનમાં ‘સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ’ ટીમે ‘પાકિસ્તાન ચેમ્પિયન્સ’ને માત આપીને ખિતાબ જીત્યો હતો.

ઓનર્સ અને ફાઉન્ડર્સનો ઉત્સાહ
WCL ના ફાઉન્ડર અને સીઈઓ હર્ષિત તોમરે જણાવ્યું હતું કે, “સીઝન-3 ખૂબ જ ખાસ બનવાની છે. ફેન્સને એવો અનુભવ આપવા માટે અમે આ લીગને પ્રથમ વખત UAE માં લઈ જઈ રહ્યા છીએ જે તેમણે પહેલાં ક્યારેય ન જોયો હોય.

અમે ક્રિકેટના સૌથી મોટા નામો અને અત્યાર સુધીના સૌથી મોટા સરપ્રાઈઝ લાવવાનું વચન આપીએ છીએ.” આ સિવાય લીગના કો-ઓનર અને બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગને કહ્યું કે, “WCL માત્ર એક ક્રિકેટ લીગ નથી પણ લાગણીઓ, જૂની યાદો અને મનોરંજનનો ત્રિવેણી સંગમ છે. સીઝન-3 અત્યાર સુધીની સૌથી બોલ્ડ અને મનોરંજક સીઝન સાબિત થશે.”

WCL અને રિટાયર્ડ ક્રિકેટર્સ લીગ વિશે વિશેષ માહિતી
T-20 ફોર્મેટમાં ધમાકો: WCL લીગ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા મંજૂર કરાયેલી T-20 ફોર્મેટ લીગ છે, જેમાં નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લે છે.

દુબઈ અને શારજાહ સ્ટેડિયમ: UAE માં મેચોનું આયોજન થવાથી દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન અને અન્ય દેશોના ફેન્સ મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચે તેવી પૂરી શક્યતા છે.

સ્પોર્ટસ એન્ટરટેઈનમેન્ટનું નવું મોડેલ: બોલિવૂડ અને સ્પોર્ટ્સનું આ કોમ્બિનેશન ગ્લોબલ લેવલે ક્રિકેટ પ્રેમીઓને આકર્ષવામાં ખૂબ જ સફળ રહ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤