લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

મોહમ્મદ શમીના ભાઈ અને રણજી ક્રિકેટર મોહમ્મદ કૈફ સામે FIR! લગ્નની લાલચ આપી શોષણનો ગંભીર આરોપ

by

Thenewsdk

Updated: 14-09-2026, 02.59 PM

Follow us:

ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત આશિયાના પોલીસ સ્ટેશનમાં એક મહિલાની ફરિયાદના આધારે મોહમ્મદ કૈફ વિરુદ્ધ બળાત્કાર, શારીરિક શોષણ અને ધમકી આપવા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવતા જ રમતગમત ક્ષેત્ર સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે.

વર્ષ 2020માં દોસ્તીમાંથી શરૂ થયેલો સંબંધ
પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા મળતી માહિતી મુજબ, પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2020માં જ્યારે તે એનસીઆર (NCR) વિસ્તારમાં રહેતી હતી ત્યારે તેની મુલાકાત મોહમ્મદ કૈફ સાથે થઈ હતી. મહિલા પહેલાથી જ તેના પતિથી અલગ થઈ ચૂકી હતી અને પોતાના બાળકો સાથે રહેતી હતી. આ વાતથી માહિતગાર હોવા છતાં કૈફે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સમય જતાં બંને વચ્ચે દોસ્તી ગાઢ બની અને અવારનવાર મુલાકાતો શરૂ થઈ હતી.

હોટલમાં બોલાવીને યૌન શોષણનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 9 સપ્ટેમ્બર 2023ના રોજ મોહમ્મદ કૈફના કહેવાથી પીડિતા કોલકાતા ગઈ હતી. ત્યાં એક હોટલમાં રોકાણ દરમિયાન કૈફે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

પીડિતાનો દાવો છે કે આ પ્રકારનું શોષણ છેલ્લા 6 વર્ષથી અલગ-અલગ સમયે ચાલતું રહ્યું હતું. જ્યારે પણ મહિલા લગ્ન માટે દબાણ કરતી ત્યારે કૈફ કોઈને કોઈ બહાનું કાઢીને વાત ટાળી દેતો હતો.

આઈપીએલ ઓક્શનનું બહાનું અને પરિવારની ધમકી
મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો કે જ્યારે તેણે લગ્ન માટે આકરો વિરોધ કર્યો ત્યારે કૈફે એવું આશ્વાસન આપ્યું હતું કે આઈપીએલ 2025ના ઓક્શન (હરાજી) પૂર્ણ થયા બાદ તેઓ લગ્ન કરી લેશે.

પરંતુ ઓક્શન પૂરું થયા પછી પણ કૈફે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, કૈફના ભાઈ હસીબે પણ વચ્ચે પડીને મહિલાને ધમકી આપી હતી અને સ્પષ્ટ કહી દીધું હતું કે કૈફ તેની સાથે ક્યારેય લગ્ન કરશે નહીં.

નોકરી છોડાવી બેરોજગાર બનાવી દીધી
પીડિત મહિલાએ કૈફ પર પોતાના કેરિયરને બર્બાદ કરવાનો પણ ગંભીર આરોપ મૂક્યો છે. મહિલા પહેલા એક જાણીતી એરલાઇન કંપનીમાં કેબિન ક્રૂ તરીકે નોકરી કરતી હતી.

કૈફને આ નોકરી પસંદ ન હોવાના કારણે તેણે દબાણ કરીને મહિલા પાસે નોકરી છોડાવી દીધી હતી. આજે સ્થિતિ એ છે કે મહિલા પાસે કોઈ આવકનું સાધન નથી અને તે પોતાના બાળકો સાથે આર્થિક સંકટમાં દિવસો વિતાવી રહી છે.

પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી
આશિયાના પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડિતાની લેખિત ફરિયાદને આધારે મોહમ્મદ કૈફ અને તેના ભાઈ હસીબ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ હાલમાં હોટલના રોકાણના પુરાવા, કૉલ ડિટેલ્સ અને અન્ય ડિજિટલ પુરાવા એકત્રિત કરી રહી છે. તમામ તથ્યોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤