લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

ડૉક્ટરની ફી બચાવવાની લાલચ ભારે પડી શકે! તાવ-માથાના દુખાવામાં જાતે જ એન્ટિબાયોટિક લેતા પહેલા સાવધાન, સરકારનું એલર્ટ

by

Thenewsdk

Updated: 23-09-2026, 11.50 AM

Follow us:

સામાન્ય તાવ, શરદી, કફ કે માથાના દુખાવા જેવી તકલીફોમાં ડૉક્ટર પાસે જઈને કન્સલ્ટેશન ફી ચૂકવવાને બદલે નજીકના મેડિકલ સ્ટોર પરથી જાતે જ દવાઓ ખરીદીને ગળી જવાની પ્રવૃત્તિ અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.

આ વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ના ન્યૂ ડ્રગ્સ ડિવિઝને દેશભરમાં પરિપત્ર બહાર પાડીને દુખાવાની દવાઓ (NSAIDs) અને એન્ટિબાયોટિક્સના અંધાધૂંધ ઉપયોગ સામે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.

ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940અને ડ્રગ્સ રૂલ્સ 1945ની કાનૂની જોગવાઈઓ હેઠળ તમામ દવાઓનું ઉત્પાદન, આયાત, વેચાણ અને વિતરણ માત્ર રજિસ્ટર્ડ તબીબી વ્યાવસાયિકની લેખિત સલાહ પર જ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

શિડ્યુલ H અને H1 વર્ગીકરણ તથા કાનૂની જોગવાઈઓ
કેન્દ્રીય સત્તામંડળ અનુસાર મોટાભાગની પેઈનકિલર્સને ડ્રગ્સ રૂલ્સ 1945ની અનુસૂચિ H (Schedule H) માં રાખવામાં આવી છે, જ્યારે મોટાભાગની એન્ટિબાયોટિક દવાઓ અનુસૂચિ H1 (Schedule H1) માં આવે છે. આ બંને કેટેગરીની દવાઓના પેકિંગ પર ખાસ પ્રકારની ચેતવણી લખવી કાનૂની રીતે ફરજિયાત છે.

રજિસ્ટર્ડ ડોક્ટરના અધિકૃત પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓનું રીટેલ વેચાણ કરવું એ સ્પષ્ટપણે કાયદાનો ભંગ ગણાશે. ડૉક્ટરની યોગ્ય સલાહ અને દેખરેખ વગર આ દવાઓનું સેવન કરવું દર્દીના સ્વાસ્થ્ય માટે અત્યંત વિનાશક નીવડી શકે છે.

સામાન્ય નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ અને સાવચેતી
સરકારે સામાન્ય જનતાને તબીબી સલાહ વિના મનસ્વી રીતે, વારંવાર કે લાંબા સમય સુધી પેઈનકિલર્સ કે એન્ટિબાયોટિક્સ ન લેવાની સ્પષ્ટ સૂચના આપી છે. સામાન્ય વાયરલ ઈન્ફેક્શનમાં એન્ટિબાયોટિક્સની કોઈ જ જરૂરિયાત હોતી નથી,

તેથી જાતે સારવાર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. ડૉક્ટરે સૂચવેલી દવાનો જ યોગ્ય ડોઝ લેવો, ઘરમાં પડેલી જૂની દવાઓનો ફરી ઉપયોગ ન કરવો કે અન્ય કોઈ સાથે તેને શેર ન કરવી. ખાસ કરીને જે દર્દીઓને પહેલાથી જ કિડનીની બીમારી કે તકલીફ હોય તેમણે પેઈનકિલર લેતા પહેલાં પોતાના હેલ્થ પ્રોફેશનલને આંગે અગાઉથી જાણ કરવી અનિવાર્ય છે.

ડૉક્ટરો અને હોસ્પિટલો માટે એન્ટિમાઈક્રોબાયલ ગાઈડલાઈન
તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને હેલ્થ પ્રોફેશનલ્સને દર્દીની ઉંમર, શારીરિક સ્થિતિ, અન્ય બીમારીઓ અને હાલમાં ચાલતી દવા ધ્યાને રાખીને જ અત્યંત જરૂરિયાત હોય ત્યારે જ આ દવાઓ લખવા આદેશ અપાયો છે.

કિડનીની સમસ્યાનું જોખમ ધરાવતા દર્દીઓમાં પેઈનકિલરનો સૌથી ઓછો અસરકારક ડોઝ અને ઓછામાં ઓછો સમયગાળો પસંદ કરવાનો રહેશે.

આ ઉપરાંત એન્ટિમાઈક્રોબાયલ સ્ટેવર્ડશિપના નિયમોનું પાલન કરીને ખોટી એન્ટિબાયોટિકની પસંદગી, જરૂર વગરની કોમ્બિનેશન ધરાવતી દવાઓ અને ખોટો ડોઝ આપવાનું ટાળવાની કડક સલાહ આપવામાં આવી છે.

ફાર્માસિસ્ટ્સ અને ડ્રગ કંટ્રોલર અધિકારીઓને સ્પષ્ટ આદેશ
કેમિસ્ટ્સ, રીટેલરો અને ડિસ્ટ્રિબ્યુટર્સ માટે સેલ્ફ-મેડિકેશનને પ્રોત્સાહન આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. હોસ્પિટલોમાં પ્રિસ્ક્રિપ્શનની સમીક્ષા અને પેશન્ટ કાઉન્સેલિંગની વ્યવસ્થા મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે.

આ સાથે જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ્સ કંટ્રોલ અધિકારીઓને આ જોગવાઈઓનું કડક પાલન કરાવવા અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો નિર્દેશ આપ્યો છે, જેથી કિડનીની જટિલતાઓ અને દવાઓ સામે ઉભા થતા રેઝિસ્ટન્સને અટકાવી શકાય.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤