લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

ફોન નંબર આપવાની જરૂર નહીં! X પર હવે સીધી ચેટ અને કોલ, નવું ફિચર થયું લોન્ચ

by

Thenewsdk

Updated: 24-09-2026, 02.43 PM

Follow us:

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલોન મસ્કે પ્રાઇવસી અને કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં એક નવું ફિચર લોન્ચ કર્યું છે, જેનાથી યુઝર્સ પોતાનો પર્સનલ ફોન નંબર શેર કર્યા વિના જ ચેટ અને કોલ કરી શકશે. એટલું જ નહીં, આ ફિચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના માટે બે યુઝર્સે એકબીજાને ફોલો કરવાની પણ જરૂર નથી. એટલે કે જો તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે પ્રાઇવેટ વાતચીત કરવા માંગો છો પણ તમારી પર્સનલ ડિટેલ્સ કે નંબર આપવા નથી માંગતા, તો આ ફિચર તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

શું છે આ નવું X Number અને તે કેવી રીતે કામ કરે છે?
સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ સાથે ચેટ કરવા માટે પ્રોફાઇલ ફોલો કરવી પડે છે અથવા તો વોટ્સએપ જેવી એપ પર ફોન નંબર આપવો પડે છે. જોકે X Number એક એવો પ્રાઇવેટ વન-ટાઇમ અથવા કસ્ટમ કોડ જનરેટ કરવાની સુવિધા આપે છે જેને તમે સામે વાળી વ્યક્તિ સાથે શેર કરી શકો છો.

આ કોડ મેળવ્યા બાદ સામે વાળી વ્યક્તિ X એપમાં જ તમારી સાથે મેસેજિંગ, ઓડિયો કોલ અથવા વીડિયો કોલ દ્વારા જોડાઈ શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરવાથી તમારી ઓળખ અને પર્સનલ નંબર સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.

કોડ બદલતા જ જૂનો કોન્ટેક્ટ આપોઆપ થઈ જશે બ્લોક
યુઝર્સની સુરક્ષા અને પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આ ફિચરમાં એક વિશેષ કંટ્રોલ પણ આપવામાં આવ્યો છે. જો તમે તમારો X Number રિફ્રેશ કરીને નવો કોડ જનરેટ કરી લો છો, તો જૂનો કોડ તાત્કાલિક અસરથી નિષ્ક્રિય થઈ જાય છે. આનાથી એ ફાયદો થશે કે જૂના કોડનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ ફરીથી તમારો સંપર્ક કરી શકશે નહીં અને તમારે કોઈને અલગથી બ્લોક કરવાની પણ જરૂર નહીં પડે. આ સ્પષ્ટપણે એક ફોન નંબર નથી પરંતુ પ્રાઇવેટ સિક્યોરિટી કોડ છે.

એલોન મસ્કનું ‘એવરીથિંગ એપ’ બનાવવાનું સ્વપ્ન
એલોન મસ્ક જ્યારે ટ્વિટર (હવે X) ખરીદ્યું હતું ત્યારથી જ તેને ચાઇનીઝ એપ WeChat જેવી એક “એવરીથિંગ એપ” બનાવવા માંગે છે, જ્યાં પેમેન્ટ, મેસેજિંગ, ન્યૂઝ અને કોલિંગ બધું જ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય.

  • વોટ્સએપ અને સિગ્નલને ટક્કર: અત્યાર સુધી એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત મેસેજિંગ માટે યુઝર્સ વોટ્સએપ કે સિગ્નલ જેવી એપ્સ પર નિર્ભર હતા.
  • વિના ફોન નંબર કનેક્ટિવિટી: ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર યુઝરનેમથી કામ ચાલે છે, પરંતુ Xનું આ નવું ફિચર ડિજિટલ સિક્યોરિટી ક્ષેત્રે વધુ એક પગલું છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤