લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

IRCTC : ટ્રેનની તત્કાલ ટિકિટ માટે ધક્કામુક્કી નહીં! IRCTC પર આ 5 સેટિંગ્સ કરશો તો મળશે ફાયદો

by

Thenewsdk

Updated: 19-11-2026, 11.14 AM

Follow us:

IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવું એટલું સરળ નથી હોતું. બુકિંગ શરૂ થતાની અમુક જ મિનિટોમાં મોટાભાગની સીટ ભરાઇ જાય છે. એવામાં અનેકવાર પેમેન્ટ કરતા સમયે અથવા પેસેન્જરની ડિટેલ ભરવામાં મોડું થઈ જાય છે અને ટિકિટ બુક નથી થઈ શકતી.

જો તમે ટિકિટ બુક કરતા પહેલાં અમુક જરૂરી સેટિંગ્સ કરી લો છો, તો તમારો સમય બચી શકે છે. ચાલો જાણીએ એ 5 જરૂરી સેટિંગ્સ વિશે જેની મદદદથી તમે IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરાવતા સમયે પોતાનો સમય બચાવી શકો છો.

1. Aadhaar Authentication જરૂર કરો
IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવા માટે Aadhaar Authentication જરૂરી છે. તેના માટે IRCTC ની વેબસાઇટ અથવા એપ પર જઇને My Account માં Authentication User ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમારો આધાર નંબર નાંખીને OTP દ્વારા વેરિફિકેશન પૂરૂ કરો. ધ્ચાન રહે કે, આધારથી લિંક મોબાઇલ નંબર તમારી પાસે હોવો જોઈએ.

2. Master List માં પહેલાંથી સેવ કરો પેસેન્જર ડિટેલ
તત્કાલ ટિકિટ બુક કરાવતા સમયે પેસેન્જરનું નામ, ઉંમર અને જેન્ડર ભરવામાં સમય લાગી શકે છે. તેનાથી બચવા માટે IRCTC ની My Master List માં પહેલાથી યાત્રીઓની ડિટેલ સેવ કરી લો. તેનાથી ટિકિટ બુક કરતા સમયે વારંવાર જાણકારી ભરવાની જરૂર નહીં પડે.

3. મોબાઇલ નંબર અપડેટ રાખો
IRCTC એકાઉન્ટમાં પોતાનું યોગ્ય નામ નંબર જરૂર રાખો. ટિકિટ બુકિંગ દરમિયાન OTP ની જરૂર પડી શકે છે. તેથી એવા નંબરનો ઉપયોગ કરો જે તમારી પાસે હોય અને જેના પર તમને સરળતાથી ઓટીપી મળી શકે.

4. પેમેન્ટની રીત પહેલાથી તૈયાર રાખો
તત્કાલ ટિકિટ બુક કરતા સમયે પેમેન્ટમાં મોડું થવાના કારણે પણ પરેશાની થઈ શકે છે. તેથી પહેલાંથી જ પોતાની UPI એપ તૈયાર રાખો. બેન્ક એકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ રાખો અને UPI PIN પણ યાદ રાખો. જેનાથી પેમેન્ટ સમયે તમારો સમય બચશે.

5. ટ્રેન અને સીટની જાણકારી પહેલાંથી તૈયાર રાખો
ટિકિટ બુકિંગ શરૂ થતા પહેલાં જ ટ્રેન નંબર, યાત્રાની તારીખ, બોર્ડિંગ સ્ટેશન અને ડેસ્ટિનેશન નક્કી કરી લો. સાથે જ પોતાની પસંદનો ક્લાસ અને બર્થ પણ પહેલાંથી વિચારી લો. જેનાથી બુકિંગ દરમિયાન તમારે વારંવાર જાણકારી નહીં શોધવી પડે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤