લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Movement to form bullion bank to increase supply

by

Thenewsdk

Updated: 20-05-2026, 06.30 AM

Follow us:

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Movement to form bullion bank to increase supply



photo 1779206531583

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ વધુ વધ્યા હતા. જો કે ચાંદી તથા પ્લેટીનમના ભાુવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી નીચા ઉતર્યા હતા. વિશ્વ બજારમાં જો કે કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહટ દેખાઈ હતી પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં આજે ડોલર વધતાં તથા રૂપિયો ઘટતાં ઝવેરી બજારમાં ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી રહેતાં બજાર ભાવ મક્કમ હતા. કોપરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૬.૬૦ થયા હતા.

 દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંમસના ૪૫૫૩થી ૪૫૫૪ ડોલર વાળા નીચામાં ભાવ ૪૫૨૫ થઈ ૪૫૪૪થી ૪૫૪૫ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર૧૦ ગ્રામના રૂ.૧૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૮૪૪૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૯૦૭૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૭૦૦વધી રૂ.૨૬૮૭૧૩ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૬.૭૬ વાળા નીચામાં ભાવ ૭૫.૪૬ થઈ ૭૬.૨૩થી ૭૬.૨૪ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૩૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૬૫૦૦૦ બોલાઈ રહ્યા હતા. ભારતમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટી વધી છે તથા ચાંદીમાં આયાત અંકુશો પણ લાદવામાં આવ્યા છે ત્યારે હવે બજારમાં સપ્લાય જાળવી રાખવા બુલિયન બેન્કની રચના કરવા વિશે ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્જ સ્મિથ ફેડરેશનના પ્રતિનિધિઓ દિલ્હીમાં કોમર્સ મિનિસ્ટ્રીને મળ્યાના સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૯૫૯ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના  રૂ.૬૭૮૧૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૯૧૭ વાળા ૧૩૮૧ થઆ ૧૩૮૬થી ૧૩૮૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૪ ટકા તૂટયા હતા વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ઉંચા મથાળે બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૧૧.૨૭ ડોલર તથા નીચામાં ભાવ ૧૦૯.૦૧ થઈ ૧૧૦.૩૭ ડોલર રહ્યા હતા.

રશિયાથી ક્રૂડની નિકાસ વધ્યાના વાવડ હતા. ભારતમાં ક્રૂડ સપ્લાય જાળવી રાખવા ભારત તથા યુનાઈટેડ આરબ અમીરાત વચ્ચે કરાર થયાના વાવડ હતા. ભારતમાં જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિનાના ગાળામાં ગોલ્ડ બાર્સ તથા કોઈન્સની માગ વધી ૬૨થી ૬૩ ટન થઈ હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤