લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Congress Protest Near PM Residence : PM આવાસ નજીક રાહુલ-પ્રિયંકાના ધરણા, વડાપ્રધાન અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ

by

Thenewsdk

Updated: 21-07-2026, 06.19 PM

Follow us:

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ અને NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના આગેવાનો વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન નજીક ધરણા પર બેસી ગયા છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી છે.

PM આવાસ સુધી 7 કિલોમીટરની પદયાત્રા
કોંગ્રેસના સાંસદો અને નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસ સુધી આશરે 7 કિલોમીટરની પદયાત્રા યોજી હતી. જંતર-મંતરથી સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને ટિયર ગેસના ઉપયોગના વિરોધમાં આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક કોંગ્રેસી નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.

રાહુલ-પ્રિયંકાએ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓની મુલાકાત લીધી
પોલીસ કાર્યવાહીમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ હાલ રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલે હોસ્પિટલ પહોંચીને ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. તેમણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વિદ્યાર્થીનીના પરિવારજનો સાથે પણ મુલાકાત કરીને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

‘PM અને ગૃહમંત્રી જવાબદારી સ્વીકારે’
પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું, કે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને દેશના યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થયો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની માંગ કરી હતી. કોંગ્રેસનું કહેવું છે, કે યુવાનોના પ્રશ્નોનો જવાબ બળપ્રયોગથી નહીં પરંતુ સંવાદથી આપવો જોઈએ.

સંસદમાં ચર્ચાની માંગ, સરકારનું મૌન યથાવત
પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો, કે વિપક્ષને સંસદમાં વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા કરવાની તક આપવામાં આવી રહી નથી. તેમણે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ દોહરાવતા કહ્યું, કે સરકાર વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓને અવગણી રહી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ કોઈ લેખિત ખાતરી આપવામાં આવી નહોતી. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤