લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | delhi gymkhana club ordered to vacate premise for defence infra

by

Thenewsdk

Updated: 23-05-2026, 08.01 PM

Follow us:

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | delhi gymkhana club ordered to vacate premise for defence infra



Govt Orders Delhi Gymkhana Club to Vacate : ભારતના સૌથી પ્રતિષ્ઠિત, મોંઘી અને પાવરફુલ લોકોની મનપસંદ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો શાહી દબદબો હવે ઈતિહાસ બની જશે. કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા આ બ્રિટિશ કાળની ક્લબને આગામી 5 જૂન સુધીમાં તેનું આખું પરિસર ખાલી કરી દેવાનો કડક આદેશ આપ્યો છે. વડાપ્રધાન આવાસની બિલકુલ નજીક આવેલી આ અબજો રૂપિયાની કિંમતી જમીન હવે દેશની સંરક્ષણ વ્યવસ્થા સરકારી પ્રોજેક્ટ્સ માટે પાછી લઈ લેવામાં આવશે.

કેન્દ્ર સરકાર ક્લબ પરિસર ખાલી કરવા આદેશ આપ્યો

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળની ‘લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ’ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે કે, આ જમીનની દેશના સંરક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે તાકીદે જરૂર છે. રાષ્ટ્રપતિ વતી સરકારે આ ક્લબની લીઝ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે.

નોંધનીય છે કે દેશના ટોચના રાજકારણીઓ, જજો, વરિષ્ઠ આઈએએસ-આઈપીએસ (IAS-IPS) અધિકારીઓ અને સેનાના જનરલો જે ક્લબમાં બેસીને દેશની સત્તાના સમીકરણો નક્કી કરતા હતા, તે ક્લબ આખરે આ સ્થિતિએ કેવી રીતે પહોંચી? 

1. રમતગમતના નામે માત્ર 2 ટકા ખર્ચ અને મોંઘા વાઇન-સિગારેટ પર જલસા!

આ ક્લબની સ્થાપના અંગ્રેજોના સમયમાં 1913માં થઈ હતી અને બાદમાં તેને રમતગમત તેમજ મનોરંજનના હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ સરકારી તપાસમાં જે બહાર આવ્યું તે આંખો પહોળી કરી દે તેવું છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની તપાસ મુજબ, ક્લબ તેની આવકના માત્ર 2% જેટલો નજીવો હિસ્સો સ્પોર્ટ્સ પાછળ ખર્ચ કરતી હતી, જ્યારે 30% થી વધુ અધધ ખર્ચ માત્ર મોંઘા વાઈન, દારૂ અને સિગારેટ પાછળ કરવામાં આવતો હતો! રમતગમતના મૂળ ઉદ્દેશ્યથી ભટકવા બદલ સરકારે આ આકરૂં પગલું ભર્યું છે.

2) 27.3 એકરની કિંમતી જમીન અને વાર્ષિક ભાડું માત્ર 1 હજાર રૂપિયા!

દિલ્હીના સૌથી હાઈ-સિક્યોરિટી અને વીવીઆઈપી ઝોન ગણાતા લ્યુટિયન્સ દિલ્હીમાં આ ક્લબ આશરે 27.3 એકર જમીન પર ફેલાયેલી છે. આટલી મોંઘી જમીન ક્લબને સરકારે માત્ર 1,000 રૂપિયાના વાર્ષિક ટોકન ભાડે આપી હતી. આટલી સસ્તી જમીન મેળવ્યા બાદ પણ સામાન્ય જનતા માટે તેના દરવાજા બંધ હતા અને માત્ર વીઆઈપી સંસ્કૃતિ જ ત્યાં ફૂલીફાલી હતી.

3. ‘બ્લુ બ્લડ’નો અહંકાર અને સભ્યપદ માટે ૩૦-૩૦ વર્ષની રાહ!

દિલ્હી જીમખાનામાં સભ્યપદ મેળવવું એ પાવર કોરિડોરમાં એક મોટું સ્ટેટસ સિમ્બોલ ગણાતું. ક્લબમાં કાયમી સભ્યોની મર્યાદા 5,600 પર ફિક્સ હતી. અહીં સભ્ય બનવા માટે લોકો લાખો રૂપિયા ડિપોઝિટ ભરીને 20થી 30 વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટમાં રહેતા હતા! સ્થિતિ એવી હતી કે, જો કોઈ યુવાન અધિકારી 30 વર્ષની ઉંમરે ફોર્મ ભરે, તો તે જ્યારે દાદા બને ત્યારે તેને સભ્યપદ મળતું. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ આ અંગે કડક ટિપ્પણી કરી હતી કે, શાહી ભૂતકાળના અવશેષ સમાન આ ક્લબ માત્ર ‘બ્લુ બ્લડ’ (ઉચ્ચ વર્ગના વગદારો) પૂરતું જ સભ્યપદ મર્યાદિત રાખીને સામાજિક સમાનતા અને બંધારણીય મૂલ્યોના લીરેલીરા ઉડાવી રહી છે.

4. ‘બાબુઓ’ની નારાજગી અને સત્તાની આંતરિક લડાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ પાછળ દિલ્હીના શક્તિશાળી બાબુઓની નારાજગી પણ જવાબદાર હતી. લાઈનમાં ઉભા રહેવા ટેવાયેલા ન હોય તેવા યુવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ આટલા દાયકાઓ સુધી વેઇટિંગમાં રહેવા બદલ અકળાયા હતા. વર્ષ 2020માં ક્લબના જ કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદની ફરિયાદ કરી, જેનો સરકારે હથિયાર તરીકે ઉપયોગ કર્યો. ત્યારબાદ વર્ષ 2021માં સરકારે કોર્ટના આદેશથી ક્લબનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો. જો કે, સરકારી બાબુઓની કમિટી આવ્યા પછી પણ ક્લબની સ્થિતિ સુધરી નહીં અને આખરે સરકારે લીઝ જ રદ કરી દીધી.

રાહુલ ગાંધી, પૂર્વ રૉ (RAW) ચીફ એ.એસ. દુલત, સ્મૃતિ ઈરાની અને સુરેશ પ્રભુ જેવા દેશના દિગ્ગજ નેતાઓ જે ક્લબના સભ્યો છે, તેના અસ્તિત્વ પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સરકારના આ આદેશ સામે ક્લબ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવી ચૂકી છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤