લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Japan Earthquake : જાપાનમાં 7.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ! બીજા દિવસે પણ રેસ્ક્યૂ યથાવત્, મૃત્યુઆંક 13 પર પહોંચ્યો

by

Thenewsdk

Updated: 29-07-2026, 10.26 AM

Follow us:

જાપાનના દક્ષિણ ટાપુ ક્યૂશૂમાં આવેલા 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. મંગળવારે આવેલા આ ભૂકંપ બાદ અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

જાપાનના વડાપ્રધાન સનાઈ તાકાઈચીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા હોવાથી બીજા દિવસે પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

એયોન મોલની ઇમારત ધરાશાયી, ગેસ લીક બાદ થયો વિસ્ફોટ
ભૂકંપની સૌથી વધુ અસર કુમામોતો પ્રાંતના કાશિમા શહેરમાં જોવા મળી છે. અહીં આવેલા એયોન મોલની ઇમારત ધરાશાયી થયા બાદ ગેસ લીકેજને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. બચાવ દળોએ કાટમાળમાંથી ચાર લોકોને જીવતા બહાર કાઢ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફેક્ટરીની વિશાળ ચીમની તૂટી પડતાં કર્મચારીઓ ફસાયા
યાત્સુશિરો શહેરમાં આવેલી એક ઔદ્યોગિક એકમની વિશાળ ચીમની ધરાશાયી થતાં અનેક કર્મચારીઓ કાટમાળ નીચે દબાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળે બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે. ભૂકંપ બાદ કુમામોતો અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤