લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel per day without a vehicle: Restrictions in place

by

Thenewsdk

Updated: 13-06-2026, 05.40 AM

Follow us:

વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel per day without a vehicle: Restrictions in place



– કેરબા, કન્ટેનરો કે ટિપણામાં ડીઝલ નહીં આપી શકાય 

– ઇન્ડસ્ટ્રિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટયૂશનલ ગ્રાહકો હવે રિટેલ પમ્પો પરથી ડીઝલની ખરીદી નહીં કરી શકે

– જથ્થાબંધ ખરીદીને પગલે અછત ઉભી થતા 90 દિવસ માટે આ પ્રતિબંધો લાગુ કરાયા

નવી દિલ્હી : વિશ્વના મોટાભાગના દેશો માટે મહત્વપૂર્ણ વેપાર માર્ગ હોર્મુઝની ખાડીએ સંકટ વધી રહ્યું છે. એવામાં ભારતમાં પણ આ સંકટની અસરો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ડીઝલની ખરીદી પર લિમિટ લાગુ કરી દીધી છે. હવેથી એક ગ્રાહકને દિવસમાં માત્ર ૨૦૦ લિટર જ ડીઝલ વેચી શકાશે. એટલુ જ નહીં વાહન વગર ડીઝલ આપવામાં નહીં આવે, એટલે કે ટિપણા કે કેનમાં ડીઝલ નહીં મળે. ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ હેતુ માટે ડીઝલની ખરીદી માટે પણ મર્યાદા જાહેર કરાઇ છે.  

અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી તંગદીલી વચ્ચે ઇંધણને લઇને ભારતમાં સંકટના ભણકારા વર્તાઇ રહ્યા છે, એવામાં કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટીટયૂશનલ ગ્રાહકો પર કેટલાક પ્રતિબંધ મુક્યા છે, આવા ગ્રાહકો કે જે બલ્કમાં ડીઝલની ખરીદી કરતા હોય છે તેઓ હવેથી રિટેલ પેટ્રોલ પમ્પો પરથી આ ડીઝલની ખરીદી નહીં કરી શકે. તેઓ માટે જે વિશેષ પમ્પો છે ત્યાંથી જ તેઓ ખરીદી કરી શકશે. આ પ્રતિબંધ ૯૦ દિવસ સુધી લાગુ રહેશે. 

એટલુ જ નહીં હવેથી સામાન્ય ગ્રાહકોને પણ વાહન વગર ડીઝલ આપવામાં નહીં આવે, તેઓ પેટ્રોલ પમ્પો પરથી ટિપણા, કેરબા કે મોટા કેનમાં ડીઝલ નહીં લઇ જઇ શકે, આ છૂટ માત્ર પીઇએસઓ માન્ય કન્ટેનરને જ આપવામાં આવી છે. એટલુ જ નહીં સામાન્ય ગ્રાહકો પ્રત્યેક વાહને દિવસમાં માત્ર ૨૦૦ લિટર જ ડીઝલની ખરીદી કરી શકશે. કેટલાક શહેરોમાં એક સાથે મોટા જથ્થામાં ડીઝલની ખરીદીના રિપોર્ટ સામે આવ્યા હતા જેને પગલે તે વિસ્તારમાં અચાનક જ અછત ઉભી થઇ જાય છે. આવી અછતોને ટાળવા માટે આ મર્યાદા મુકવામાં આવી હોવાનો બચાવ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા આદેશો મુજબ હવેથી પેટ્રોલ પમ્પો પર દિવસમાં માત્ર વાહનની જે ટાંકી હોય એમાં જ અને એ પણ માત્ર ૨૦૦ લીટર સુધી ડીઝલ આપી શકાશે, એટલે કે કોઇ પણ ગ્રાહક હવેથી દિવસમાં ૨૦૦ લિટરથી વધુ ડીઝલની ખરીદી નહીં કરી શકે.   



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤