લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thunderstorm in Delhi: Rains claim 21 lives in the country

by

Thenewsdk

Updated: 31-05-2026, 05.35 AM

Follow us:

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thunderstorm in Delhi: Rains claim 21 lives in the country



– ઉત્તર પ્રદેશ, બિહારમાં વીજળી ઠપ, ઉત્તર ભારતમાં અનેક ટ્રેનો રદ્

– વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર, મધ્ય ભારતમાં લૂથી રાહત : પ.ભારતમાં વાદળછાયું વાતાવરણ રહેતાં દિવસો પછી ગરમી ઘટી

નવી દિલ્હી : દેશમાં અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજસ્થાનમાં રેતીનું તોફાન ત્રાટક્યું હતું અને ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. દિલ્હીમાં આંધી સાથે વરસાદ પડયો હતો. પંજાબ અને હરિયાણામાં કેટલાય સ્થળોએ કરાં પડયા હતા. ઉત્તર પ્રદેશમાં સાત, બિહારમાં સાત, ઝારખંડમાં પાંચ અને ઉત્તરાખંડમાં ૨ના મોત થયા હતા. મોટાભાગના મોત વીજળી પડવાથી થતાં સરકારે લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરી હતી. અનેક રાજ્યોમાં ગરમીથી લોકોને રાહત મળી હતી.

રાજસ્થાનમાં એકાએક વાતાવરણ બદલાયું હતું અને રેતીનું તોફાન ત્રાટક્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચુરુ, બિકાનેર, હનુમાનગઢ, શ્રીગંગાનગર, અલ્વર જેવા કેટલાય જિલ્લાઓમાં આંધીની અસર થઈ હતી. કેટલાક સ્થળોએ ૭૦થી ૯૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તો કેટલાક વિસ્તારોમાં તો હવાની તીવ્રતા ૧૦૦ નોંધાઈ હતી. કેટલાય શહેરોમાં ધૂળની ડમરી ઉઠતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી.

આ આંધીની અસર દિલ્હીમાં પણ જોવા મળી હતી. ભલે એની તીવ્રતા રાજસ્થાન જેવી ન હતી છતાં વરસાદ સાથે આંધી ઉઠતા રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયો હતો. દિલ્હીમાં પણ ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ જેવા કેટલાય રાજ્યોમાં વરસાદ પડયો હતો. ઘણાં રાજ્યોમાં કરા પણ પડયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી અને વરસાદના કારણે થયેલા અકસ્માતોમાં વધુ સાતના મોત થયા હતા. બિહારમાં પણ વીજળી પડવાથી સાત લોકોનો ભોગ લેવાયો હતો, જ્યારે ઝારખંડમાં વીજળી પડતાં પાંચનાં મોત થયા હતા. ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગમાં બે સગા ભાઈઓના મોત થયા હતા.

ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે ઘણી ટ્રેનો રદ્ કરવાની ફરજ પડી હતી તો ઘણી ટ્રેનોને ડીલે કરવામાં આવી હતી. લખનઉનું વાતાવરણ ખરાબ હોવાથી ઘણી ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવી પડી હતી. વૃક્ષો ધરાશાયી થતાં ઘણાં રસ્તાઓ પણ બંધ થયા હતા. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં વીજળીના થાંભલા પડી જતાં કેટલાય વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. 

સમગ્ર ઉત્તર ભારતમાં લૂથી રાહત મળી હતી. પશ્ચિમ ભારતમાં પણ વાદળછાયું વાતાવરણ ને તેજ હવાના કારણે ગરમીમાંથી રાહત મળી હતી. દક્ષિણ-પશ્ચિમના ચોમાસાના આગમન પહેલાં દેશના અનેક રાજ્યોમાં સરેરાશ તાપમાન ૪૦-૪૨ જેટલું રહેવાનું અનુમાન છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤