લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Uttar Pradesh News : ભારે વરસાદ બન્યો કાળ! યુપીમાં 100 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં એક જ પરિવારના 6 લોકોનાં મોત

by

Thenewsdk

Updated: 06-08-2026, 10.20 AM

Follow us:

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. નગર કોતવાલી વિસ્તારના મહુલી વિસ્તારમાં આવેલું અંદાજે 100 વર્ષ જૂનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ જતાં એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

એક જ રૂમમાં સૂતો પરિવાર કાટમાળ નીચે દબાયો
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સમયે પરિવારના તમામ સભ્યો એક જ રૂમમાં સૂતા હતા. રૂમમાં એર કન્ડીશનર (AC) ચાલુ હોવાથી પરિવાર એકસાથે ત્યાં આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જૂનું મકાન ધરાશાયી થતાં તમામ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઘટનાનો અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.

બે માસૂમ બાળકો સહિત 6 લોકોના મોત
આ દુર્ઘટનામાં પરિવારના માતા-પિતા, પુત્ર, પુત્રવધૂ અને બે નાના બાળકો સહિત કુલ છ લોકોના મોત થયા છે. જ્યારે એક અન્ય સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤