લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

વરૂણ ધવનની ફિલ્મમાં ‘ચુનરી’ ગીતનો ઉપયોગ કરાતા હોબાળો, મેકર્સ પર ₹400 કરોડનો કેસ | Varun Dhawan film hai jawani Toh Ishq hona hai in trouble

by

Thenewsdk

Updated: 29-05-2026, 05.13 PM

Follow us:

વરૂણ ધવનની ફિલ્મમાં ‘ચુનરી’ ગીતનો ઉપયોગ કરાતા હોબાળો, મેકર્સ પર ₹400 કરોડનો કેસ | Varun Dhawan film hai jawani Toh Ishq hona hai in trouble



photo 1780054708849

Copyright Case: બોલિવૂડ એક્ટર વરૂણ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને લઈને ટેન્શન વધી ગયું છે. આગામી 5 જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા જ ડિરેક્ટર ડેવિડ ધવન અને ‘ટિપ્સ’ મ્યુઝિક કંપની માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફિલ્મના મેકર્સ વિરુદ્ધ ₹400 કરોડનો અધધધ કાયદાકીય કેસ ઠોકી દીધો છે. ચાલો જાણીએ શું છે આ આખો વિવાદ.

વરૂણ ધવન અને તેના પિતા ડેવિડ ધવન હાલમાં આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત ‘ચુનરી ચુનરી’ રિલીઝ થયું હતું, જે બોલિવૂડના જૂના આઇકોનિક ગીતનું રિમેક છે. આ ગીત બહાર આવતાની સાથે જ પ્રોડ્યુસર વાસુ ભગનાની અને ફિલ્મના મેકર્સ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. હવે આ મામલે નવો અને મોટો વણાંક આવ્યો છે. વાસુ ભગનાનીની કંપની ‘પૂજા એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ’એ બોમ્બે હાઈકોર્ટમાં ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રમેશ તૌરાની, કુમાર એસ. તૌરાની અને ડેવિડ ધવન વિરુદ્ધ કેસ ફાઈલ કરીને મોટો ઝટકો આપ્યો છે.

આ ગીતોના ઉપયોગ સામે વાસુ ભગનાનીને વાંધો

વરૂણ ધવનની આ ફિલ્મ પર વાસુ ભગનાનીએ પરવાનગી વિના ગીતોનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વાસુ ભગનાનીના વકીલ ‘વી. કે. દુબે એસોસિએટ્સ’ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાનૂની નોટિસમાં ફિલ્મના પ્રમોશનલ મટીરિયલ, વિવાદિત ગીત ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મની ડિસ્ટ્રિબ્યુશન, સ્ટ્રીમિંગ અને કમર્શિયલ ઉપયોગ પર પણ રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.

વાસુ ભગનાનીની શું છે માંગણીઓ?

અદાલતે વાસુ ભગનાનીને કેસ ફાઈલ કરવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. બોલિવૂડની આ અત્યાર સુધીની સૌથી મોટી કોપીરાઈટ લડાઈ માનવામાં આવી રહી છે. વાસુ ભગનાનીની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

ફિલ્મની તમામ પ્રમોશનલ સામગ્રીમાંથી ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ ગીતોને તાત્કાલિક હટાવવામાં આવે.

ફિલ્મના ટાઇટલ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને પણ બદલવામાં આવે.

પૂજા એન્ટરટેઈનમેન્ટે આ ગેરકાયદેસર ઉપયોગ બદલ ₹100 કરોડના નુકસાની વળતરની પણ માંગ કરી છે.

જો ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડેવિડ ધવન આ શરતો પૂરી નહીં કરે, તો ફિલ્મની રિલીઝ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો: ‘ઘીસ ઘીસ ઘીસ’ ગીતના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારે લીધો અક્ષરા સિંહનો પક્ષ, સેટ પરના રસપ્રદ કિસ્સા વિશે જાણો…

મેકર્સ પર શું છે આરોપ અને ટિપ્સનો જવાબ

પૂજા એન્ટરટેઈનમેન્ટનો આરોપ છે કે ફિલ્મના મેકર્સ પાસે આ ગીતોનો ઉપયોગ કરવાના કોઈ કાયદેસરના રાઈટ્સ નહોતા. ઓરિજિનલ ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સ વિના ગેરકાયદેસર રીતે આ ગીતોમાંથી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, બીજી તરફ મ્યુઝિક કંપની ટિપ્સે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે અને વરૂણની ફિલ્મ 5 જૂને રિલીઝ થઈ શકે છે કે નહીં.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤