લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

‘ઘીસ ઘીસ ઘીસ’ ગીતના શૂટિંગ વખતે અક્ષય કુમારે લીધો અક્ષરા સિંહનો પક્ષ, જાણો સેટ પરનો રસપ્રદ કિસ્સો | Akshay Kumar take a stand for Akshara singh know how and when

by

Thenewsdk

Updated: 29-05-2026, 04.05 PM

Follow us:

‘ઘીસ ઘીસ ઘીસ’ ગીતના શૂટિંગ વખતે અક્ષય કુમારે લીધો અક્ષરા સિંહનો પક્ષ, જાણો સેટ પરનો રસપ્રદ કિસ્સો | Akshay Kumar take a stand for Akshara singh know how and when



photo 1780050252290

Akshay Kumar and Akshara Singh: બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું આ દિવસોમાં અનોખું મિલન જોવા મળી રહ્યું છે અને આ ચર્ચાનું સૌથી મોટું કારણ બની છે ભોજપુરી સ્ટાર અક્ષરા સિંહ. અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ગીત ‘ઘીસ ઘીસ ઘીસ’ હાલમાં જ રિલીઝ થયું છે જેમાં અક્ષરા સિંહ અને અક્ષય કુમારની જોડીએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. ગીતનો દેશી અંદાજ, ભોજપુરી ફ્લેવર અને બંને કલાકારોની શાનદાર એનર્જી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ બધાની વચ્ચે અક્ષરા સિંહે શૂટિંગ સેટનો એક એવો રસપ્રદ કિસ્સો શેર કર્યો છે, જેમાં સુપરસ્ટાર અક્ષય કુમારે તેની કમ્ફર્ટ માટે સ્ટેન્ડ લીધું હતું.

અક્ષરા સિંહ ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું ખૂબ જ મોટું નામ છે અને સોશિયલ મીડિયા પર પણ તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અક્ષરાએ ખુલાસો કર્યો હતો કે આ ગીતના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારે તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. આ ગીતની ખાસ વાત એ છે કે તેમાં બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર પણ ભોજપુરી ગીત પર દેશી ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે.

અક્ષય કુમારે લીધો અક્ષરાનો પક્ષ

ગીતના શૂટિંગ વખતે ફિલ્મની ટીમ ઈચ્છતી હતી કે અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની જૂની ઈમેજ મુજબ ‘ઘાઘરા-ચોલી’ પહેરે. પરંતુ અક્ષરા આ આઉટફિટમાં બિલકુલ કમ્ફર્ટેબલ નહોતી અનુભવી રહી. અક્ષરાએ જણાવ્યું કે ટીમે જ્યારે આ ડિમાન્ડ કરી ત્યારે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. અક્ષય કુમારે તરત જ આ બાબત નોટિસ કરી અને અક્ષરાની વહારે આવ્યા. અક્ષયે ટીમ સામે અક્ષરાનો પક્ષ લેતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, “તે જે કપડાંમાં કમ્ફર્ટેબલ હોય, તેને એ જ પહેરવા દેવામાં આવે.” અક્ષયના આ સપોર્ટના કારણે અક્ષરા ખૂબ જ પ્રભાવિત થઈ હતી.

ગીતનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હતો અક્ષય

અક્ષય કુમારના વખાણ કરતા અક્ષરા સિંહે જણાવ્યું કે, આટલા મોટા સુપરસ્ટાર હોવા છતાં અક્ષય કુમાર ડાઉન-ટુ-અર્થ માણસ છે. શૂટિંગ દરમિયાન અક્ષય સતત તેની પાસેથી ભોજપુરી શબ્દોના સાચા ઉચ્ચારણ વિશે પૂછતા રહેતા હતા જેથી કરીને ગીતમાં ભાષા સબંધી કોઈ ભૂલ ન રહી જાય.

‘ઘીસ ઘીસ ઘીસ’ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયું છે. આ ગીતમાં બોલિવૂડ અને ભોજપુરી મ્યુઝિકનું જબરદસ્ત ફ્યુઝન જોવા મળી રહ્યું છે, જેને ફેન્સ ખૂબ જ એન્ટરટેઈનિંગ ગણાવી રહ્યા છે. જો કે, કેટલાક લોકો ગીતના શબ્દો અને સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: “બધું પહેલેથી પ્લાન હતું…” કો-સ્ટાર આકાંક્ષા ચમોલાએ લગાવેલા અસહજતાના આરોપો પર કુંવર અમરનો વળતો પ્રહાર

26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ પોતાની ભવ્ય સ્ટારકાસ્ટ અને કોમેડી અંદાજને કારણે લાંબા સમયથી હેડલાઈન્સમાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારો સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મનું ટીઝર પહેલેથી જ દર્શકોને ઘણું પસંદ આવી ચૂક્યું છે. અક્ષય અને અક્ષરાના આ વાયરલ ગીતે ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ વધુ વધારી દીધો છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 26 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤