લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

47 વર્ષની શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં છંછેડાઈ | Shamita Shetty : 47 year old teased when asked About marriage

by

Thenewsdk

Updated: 29-05-2026, 03.15 AM

Follow us:

47 વર્ષની શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં છંછેડાઈ | Shamita Shetty : 47 year old teased when asked About marriage



photo 1779993623155

લગ્ન કરીને તમે શું વાઘ માર્યો એવો સવાલ

સમયસર પરણી ગઈ હોત તો આજે છોકરાં મોટાં થઈ ગયાં હોત તેવી કોમેન્ટથી ભડકી

મુંબઈ: હજુ ૪૭ વર્ષે પણ કુંવારી રહેલી શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં તે ભડકી ગઈ હતી. 

એક વ્યક્તિએ એવી  કોમેન્ટ કરી હતી કે હવે  તું પહેલા જેવી દેખાતી નથી. શમિતાએ તેનો જવાબ આપ્યો હતો કે હા, સમય જતાં વ્યક્તિ અલગ દેખાવા માંડે એ સાહજિક છે. અન્ય વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે તું સમયસર પરણી  ગઈ હોત તો આજે છોકરાં પણ મોટાં થઈ ગયાં હોત. શમિતા આ કોમેન્ટથી ભારે નારાજ થઈ હતી. તેણે પૂછ્યું હતું કે લગ્ન  કરીને તમે પણ કયો મોટો વાઘ મારી લીધો છે. મારા જેવી સિંગલ મહિલાને ફોલો પણ શા માટે કરો છો. ‘શમિતાએ વધુમાં લખ્યું હતું કે હું હેલ્ધી અને આનંદમય જીવન જીવું છુું એ માટે હું ઈશ્વરની ઋણી છું. ઉલ્લેખનીય છે કે એક સમયે શમિતા શેટ્ટીનું ટીવી એક્ટર રાકેશ બાપટ સાથે સિરિયસ અફેર હતું. જોકે, થોડા સમય બાદ બંને છૂટાં પડી ગયાં હતાં. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤