![]()
– આમિર અને આશુતોષ ગોવરીકરનું કોલબરેશન
– રાજકુમાર હિરાણી પણ સહનિર્માતાઃ હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે
મુંબઈ : ભારતના લિજન્ડરી ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિકમાં ફરહાન અખ્તરને એક મહત્વની ભૂમિકા ઓફર કરાઈ હોવાનું કહેવાય છે. લાલા અમરનાથના એક નિકવટર્તી મિત્રની ભૂમિકા માટે ફરહાન સાથે વાત ચાલી રહી હોવાનો દાવો થઈ રહ્યો છે.
આમિર ખાન અને આશુતોષ ગોવરિકર ‘લગાન’ પછી પહેલીવાર આ ફિલ્મ માટે કોલબરેટ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકુમાર હિરાણી પણ આ પ્રોજેક્ટમાં સહનિર્માતા તરીકે જોડાઈ રહ્યા હોવાનું કહેવાય છે.
હજુ આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ મોટાભાગે આગામી ઓક્ટોબર માસથી શરુ થાય તેવા પ્રયાસો નિર્માતાઓ કરી રહ્યા છે.


Leave a Comment