લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

1.5 લાખ વર્ષ પહેલા માણસો જંગલ વિસ્તારમાં વસવાટ કરતા હતા | Humans lived in forest areas 1 5 lakh years ago

by

Thenewsdk

Updated: 04-06-2026, 05.45 AM

Follow us:

1.5 લાખ વર્ષ પહેલા માણસો જંગલ વિસ્તારમાં વસવાટ કરતા હતા | Humans lived in forest areas 1 5 lakh years ago



photo 1780508910518

– આફ્રિકામાં વૈજ્ઞાનિકોને નવા પુરાવા મળ્યા 

– આ શોધ પહેલાનો સૌથી જૂનો પુરાવો દક્ષિણ પૂર્વ એશિયામાંથી મળ્યો હતો જે 18 હજાર વર્ષ જૂનો હતો 

કૈરો : માનવ ઇતિહાસ અંગે લાંબા સમયથી એવી માન્યતા હતી કે હજારો વર્ષો પહેલા માણસો ખુલ્લા મેદાનો, નદીકાંઠા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા હતા. પરંતુ હવે પશ્ચિમ આફ્રિકામાં થયેલી નવી શોધે આ માન્યતાને પડકારી છે. વૈજ્ઞાનિકોને એવા પુરાવા મળ્યા છે કે લગભગ ૧.૫ લાખ વર્ષ પહેલાં પણ માણસો વરસાદી જંગલ વિસ્તારોમાં રહેતા હતા.આ શોધ આજના આફ્રિકામાં આવેલા એક પ્રાચીન સ્થળેથી થઈ છે. સંશોધકોને અહીં જમીનની અંદર દટાયેલા પથ્થરના સાધનો મળ્યા છે. જે દર્શાવે છે કે તે સમયમાં પણ માણસો આ વિસ્તારમાં વસવાટ કરતા હતા. આ વિસ્તાર તે સમયે પણ ભેજભરેલા ઘન જંગલોથી ઘેરાયેલો હતો. વૈજ્ઞાનિકોએ આ સ્થળની ઉંમર જાણવા માટે છોડના અવશેષો અને રાસાયણિક તત્ત્વોનું વિશ્લેષણ કર્યુંહતું. જે બાદ સ્પષ્ટ થયું કે, માણસો માત્ર જંગલના કિનારે નહીં પરંતુ, વરસાદી જંગલ વચ્ચે રહેતા હતા. 

આ શોધ પહેલાં આફ્રિકાના રેઇનફોરેસ્ટમાં માનવ વસવાટનો સૌથી જૂનો પુરાવો લગભગ ૧૮ હજાર વર્ષ જૂનો માનવામાં આવતો હતો. જ્યારે વિશ્વસ્તરે સૌથી જૂનો એવો પુરાવો દક્ષિણ-પૂર્વ એશિયામાંથી મળ્યો હતો, જે આશરે ૭૦ હજાર વર્ષ જૂનો હતો. રસપ્રદ વાત એ છે કે, આ સ્થળ પ્રથમ વખત ૧૯૮૦ના દાયકામાં શોધાયું હતું, પરંતુ તે સમયે ઉપલબ્ધ ટેકનોલોજીથી તેની સાચી ઉંમર જાણી શકાઈ નહોતી. હવે આધુનિક ટેકનોલોજી દ્વારા તેની ફરી તપાસ કરવામાં આવી. જે માનવ ઈતિહાસને ફરી લખી શકે છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤