બોલિવૂડ અને સાઉથ સિનેમા બંનેમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરનાર આર માધવન ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’માં જોવા મળશે. જોકે રિલીઝ પહેલા જ અભિનેતાએ તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આર માધવન હાલમાં ‘ભારતના એડિસન’ તરીકે જાણીતા જીડી નાયડુની બાયોપિક પર કામ કરી રહ્યા છે અને હવે તેને બાયોપિકમાંથી પોતાનો ફર્સ્ટ લુક ટીઝર શેર કર્યો છે. તેમાં તેનું ટ્રાન્સફોર્મેશન જોયા પછી ચાહકો તેને ઓળખી શક્યા નહીં.
- ઘણી ભૂમિકાઓથી લોકોના દિલ જીતી ચૂક્યા છે
આર. માધવન મોટા પડદા પર પોતાની ઘણી ભૂમિકાઓથી પહેલાથી જ લોકોના દિલ જીતી ચૂક્યા છે અને તે જી.ડી. નાયડુ બાયોપિકમાં પણ આવું જ કંઈક કરી શકે છે. ફર્સ્ટ લૂક ટીઝરમાં આર માધવનનો લુક એવો છે કે ચાહકો માટે પહેલી નજરે જ અભિનેતાને ઓળખવો મુશ્કેલ થઈ જશે.
- જી. ડી. નાયડુ બાયોપિકનો ફર્સ્ટ લુક ટીઝર
આર. માધવને સોશિયલ મીડિયા પર જી.ડી. નાયડુ બાયોપિકનો પોતાનો પહેલો લુક ટીઝર શેર કર્યો છે. અભિનેતાએ ફર્સ્ટ લૂટ શેર કરતા લખ્યું કે “જી.ડી. નાયડુની સ્પિરિટ સત્તાવાર રીતે બહાર આવી છે. આ અજોડ વિઝન, અપાર મહત્વાકાંક્ષા અને અટલ નિશ્ચયની વાર્તા છે. અમને જી.ડી. નાયડુનું ફર્સ્ટ ટીઝર રજૂ કરવાનો ગર્વ છે’.



Leave a Comment