લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Salman Khan Post : ‘સલમાન ખાન ડરી ગયો…!’ રાત્રે 12 વાગ્યે ભાઈજાનની પોસ્ટ જોઈને ફેન્સના શ્વાસ અધ્ધર થઈ ગયા!

by

Thenewsdk

Updated: 25-07-2026, 10.34 AM

Follow us:

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યા છે. તેઓ દેશના સામાજિક અને વર્તમાન મુદ્દાઓ પર અવારનવાર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. તાજેતરમાં તેણે NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે કેટલીક પોસ્ટ શેર કરી હતી,

જેના કારણે તેઓ ટ્રોલર્સના નિશાના પર પણ આવ્યા હતા. આ બધાની વચ્ચે હવે સલમાન ખાને મોડી રાત્રે એક એવી પોસ્ટ શેર કરી છે, જેણે તેમના ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે.

શું બન્યું સલમાન સાથે?
સલમાન ખાને મોડી રાત્રે સોશિયલ મીડિયા પર જિમમાંથી પોતાની કેટલીક ફિટ અને શર્ટલેસ તસવીરો શેર કરી છે, જેમાં તેઓ પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે. માથા પર સફેદ ટુવાલ રાખેલી આ તસવીરોમાં સલમાન ખાન ગુસ્સા સાથે અરીસા સામે જોઈ રહ્યા છે. તસવીર કરતાં પણ વધુ ચર્ચા સલમાને લખેલા કેપ્શનની થઈ રહી છે. તેમણે પોસ્ટ શેર કરતાં લખ્યું કે, “સલમાન ખાન ડરી ગયો… હમ્મ્મ્મ્મ, જે ડરી ગયો તે મરી ગયો.”

ફેન્સે પોસ્ટ પર આપી જુદી-જુદી પ્રતિક્રિયાઓ
સલમાન ખાનની આ પોસ્ટ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “સલમાન ભાઈ, તમે કોઈનાથી ડરતા નથી, આ આખી દુનિયા જાણે છે.” બીજા ફેને કહ્યું, “ભાઈજાન, અમે તમને હંમેશાં પ્રેમ કરતા રહીશું.” એક અન્ય ફેને ચિંતા વ્યક્ત કરતાં પૂછ્યું, “સલમાન ભાઈ, બધું બરાબર છે ને?” તો ઘણા લોકોએ તેમની બોડી જોઈને ફિટનેસના વખાણ કર્યા અને લખ્યું, “તબાહી મચાવી દીધી ભાઈ!” તેમજ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજીનો વરસાદ કરી દીધો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤