અહેવાલો અનુસાર ‘કહાની-3’ એ અગાઉના બે ભાગનીસિક્વલ નહીં હોય. વિદ્યા બાલનના અગાઉના પાત્રને આગળ વધારવાને બદલે આ વખતે તદ્દન નવી સ્ટોરીલાઈન બતાવવામાં આવશે. જોકે, ફિલ્મનું બેકડ્રોપ અને ‘કહાની’ ફ્રેન્ચાઇઝીની રહસ્ય-રોમાંચથી ભરેલી દુનિયા અકબંધ રહેશે. મેકર્સનો મુખ્ય હેતુ ફ્રેન્ચાઇઝીની મૂળ ઓળખ જાળવી રાખીને દર્શકોને એક નવો અનુભવ આપવાનો છે.
સ્ક્રીપ્ટનો છેલ્લો ડ્રાફ્ટ તૈયાર
સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં યામી ગૌતમનું પાત્ર ખૂબ જ દમદાર અને મલ્ટી-લેયર્ડ હશે. સમગ્ર વાર્તા તેના પાત્રની આસપાસ વણાયેલી છે. જેમાં રહસ્ય, ભાવનાત્મક સંઘર્ષ અને અનેક ચોંકાવનારા વળાંકો જોવા મળશે. હાલ ટીમ સ્ક્રીપ્ટના આખરી ડ્રાફ્ટ અને શૂટિંગ ટાઈમલાઈન પર ઝડપથી કામ કરી રહી છે જેથી ફિલ્મ ટૂંક સમયમાં ઓન-ફ્લોર જઈ શકે.
‘આર્ટિકલ-370’ પછી યામી ગૌતમનો બીજો મોટો પ્રોજેક્ટ
નેશનલ એવોર્ડ વિજેતા યામી ગૌતમ માટે ‘કહાની 3’ ને તેના કરિયરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. ફિલ્મ ‘આર્ટિકલ 370’ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ હવે તે વધુ એક ફીમેલ-સેન્ટ્રિક (મહિલા પ્રધાન) સસ્પેન્સ થ્રિલર ફિલ્મની જવાબદારી સંભાળવા જઈ રહી છે. જોકે, ફિલ્મ અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ યામી ગૌતમ અને સુજોય ઘોષની આ નવી જોડીએ અત્યારથી જ સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાડી છે.




Leave a Comment