અમદાવાદ સહિત દેશ-વિદેશમાં ભૂગર્ભીય ગતિવિધિઓ અચાનક વધી જતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે અમદાવાદ નજીક જમીનમાં હળવો આંચકો નોંધાયો હતો. માત્ર અમદાવાદ જ નહીં થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાસિકમાં અને જાપાનમાં પણ ભૂકંપે ભારે તબાહી મચાવી છે.
અમદાવાદમાં ક્યાં અને ક્યારે આવ્યો આંચકો?
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)ના સત્તાવાર અહેવાલ મુજબ આજે વહેલી સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6 પર અમદાવાદથી અંદાજે 29 કિલોમીટર દૂર બાવળા પાસે જમીનની સપાટીથી 20 કિલોમીટર નીચે જમીનમાં હળવો આંચકો નોંધાયો હતો. જોકે, તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયું નથી. હાલ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને ISR સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
મહારાષ્ટ્રના નાસિકમાં પણ 3.8ની તીવ્રતાનો આંચકો
અમદાવાદમાં આંચકો આવ્યાના કલાકો પહેલા જ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપની ધ્રુજારી નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા મુજબ નાસિકમાં રાત્રે 2:37 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 5 કિલોમીટર ઊંડે હતું.




Leave a Comment