લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Dahod Suicide Case : ઈન્સ્ટા લાઇવમાં પ્રેમીયુગલે કર્યો આપઘાત! દાહોદમાં યુવક-સગીરાના મોતથી ચકચાર

by

Thenewsdk

Updated: 06-10-2026, 03.21 PM

Follow us:

બંને પ્રેમસંબંધમાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાના થોડા સમય પહેલાં બંને સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ લાઈવમાં જોડાયા હતા. આ દરમિયાન 57 લોકો તેમને લાઈવ જોઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

dbgifmagic 1 1791274230

જંગલ વિસ્તારમાં બંનેના મૃતદેહ મળ્યા
લીમખેડા તાલુકાના એક ગામની 16 વર્ષની સગીરા અને ફોફણ ગામના 22 વર્ષીય રાજેશ રમણ નીનામા ગતરોજ જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારબાદ બંનેએ જીવન ટૂંકાવ્યું હતું. સ્થાનિક લોકોને બંનેના મૃતદેહ જોવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં રંધિકપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

ઈન્સ્ટાગ્રામ લાઈવમાં 57 લોકો જોડાયા હતા
મૃત્યુ પહેલાં બંને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લાઈવ દરમિયાન 57 લોકો તેમને જોઈ રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, બંનેએ આ અંતિમ પગલું શા માટે ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ આ મામલે વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે.

comp 141 1791274116

પોલીસે તપાસ શરૂ કરી
સિંગવડના PSI એસ.એમ. ઝાલાની ટીમે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સોશિયલ મીડિયા લાઈવ સહિતની વિગતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે હીરાપુર અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤