કચ્છના સંવેદનશીલ સરહદી દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ સરક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોટ કબજે કરી છે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.
BSFના પેટ્રોલિંગ દરમિયાન મળી બોટ
મળતી માહિતી મુજબ, દરિયાઈ સરહદની સુરક્ષા માટે તહેનાત BSFના જવાનો સરક્રિક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય જળસીમા નજીક એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. BSFના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને બોટને પોતાના કબજામાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં આ બોટ બિનવારસી હાલતમાં મળી આવી હોવાનું સામે આવ્યું છે.
બોટમાં શંકાસ્પદ વસ્તુઓની તપાસ શરૂ
સુરક્ષા એજન્સીઓ હવે તપાસ કરી રહી છે, કે આ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં કેવી રીતે પહોંચી અને તેનો હેતુ શું હતો. બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી, ડ્રગ્સ, હથિયારો અથવા અન્ય વાંધાજનક વસ્તુઓ મળી આવે છે, કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારાઈ
કચ્છનો સરક્રિક વિસ્તાર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બોટ મળ્યા બાદ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે અને તમામ એજન્સીઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.




Leave a Comment