લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જસદણની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી ચકચારઃ પરિવારનો બેદરકારીનો આક્ષેપ, ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

by

Thenewsdk

Updated: 26-06-2026, 04.59 PM

Follow us:

જસદણની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી ચકચારઃ પરિવારનો બેદરકારીનો આક્ષેપ, ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી


રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં ધોરણ-૫માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીના મોત બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ શાળા સંચાલન પર બેદરકારીના ગંભીર આક્ષેપો લગાવી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે. સાથે જ ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

મૃતક વિદ્યાર્થિનીના પિતાના જણાવ્યા મુજબ, તેમણે દીકરીને સારું શિક્ષણ મળે તે માટે હોસ્ટેલમાં અભ્યાસ માટે મોકલી હતી. પરિવારનો આક્ષેપ છે કે દીકરી છેલ્લા ઘણા દિવસોથી અસ્વસ્થ હોવા છતાં શાળા તરફથી સમયસર જાણ કરવામાં આવી નહોતી અને યોગ્ય સારવાર પણ મળી નહોતી.

પરિવારના જણાવ્યા અનુસાર, ૨૪ જૂને શાળા તરફથી ફોન કરીને દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. પરિવાર રાજકોટ પહોંચ્યો ત્યારે વિદ્યાર્થિનીનું અવસાન થઈ ચૂક્યું હતું. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પરિવારે એવો પણ દાવો કર્યો છે કે હોસ્ટેલમાં મોકલ્યા બાદ દીકરી સાથે ખૂબ જ મર્યાદિત વાતચીત થઈ હતી અને આરોગ્ય અંગેની માહિતી પણ સમયસર આપવામાં આવી નહોતી. આ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

બીજી તરફ, શાળા હોસ્ટેલના સંચાલકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીની તબિયત બગડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. સંચાલકે અગાઉ બીમારી અંગે પરિવારને સમયસર જાણ ન કરાયાની બાબતમાં બેદરકારી થઈ હોવાનું સ્વીકાર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ સમગ્ર મામલે તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. પરિવાર ન્યાયની માંગ સાથે આગળ આવ્યો છે, જ્યારે શાળા સંચાલન તરફથી પણ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. હવે તપાસ બાદ જવાબદારી અને હકીકતો અંગે સ્પષ્ટતા થવાની રાહ જાવામાં આવી રહી છે.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤