લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જેસર તાલુકામાં છેલ્લા 4 દિવસથી ડીઝલની અછતથી ભારે હાલાકી | trouble in Jessar taluka due to diesel shortage for the last 4 days

by

Thenewsdk

Updated: 23-05-2026, 07.30 AM

Follow us:

જેસર તાલુકામાં છેલ્લા 4 દિવસથી ડીઝલની અછતથી ભારે હાલાકી | trouble in Jessar taluka due to diesel shortage for the last 4 days



ના છુટકે પોલીસ પણ બોલાવવાનો વખત આવ્યો

પેટ્રોલ પંપમાં ડીઝલની ગાડી આવે ત્યારે કેરબા અને કેન લઈને દોડી જતા
વાહનચાલકો

જેસર
જેસર તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ડીઝલની અછત સર્જાઈ છે. અત્રે
ડીઝલ પૂરતા પ્રમાણમાં મળતું ન હોવાથી વાહન ચાલકો ખાસ કરીને ખેડૂતો ભારે
મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આથી તાલુકામાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવામાં
આવે તેવી આમ જનતામાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે

જેસર તાલુકાના પેટ્રોલ પંપમાં ડીઝલનો જથ્થો ઓછો મળતો હોવાથી તેમજ ત્રણથી
ચાર દિવસે ંગાડી મળે છે અને તેમાં પણ પેટ્રોલનો જથ્થો વધારે તેમજ ડીઝલનો જથ્થો ઓછો
મળતો હોવાથી વિતરણ વ્યવસ્થામાં સંચાલકો દ્વારા જણાવાયા મુજબ તેઓ સમિતિ જેવી સગવડતા
આપી શકે છે અને જયા સુધી ડીઝલ હોય છે ત્યાં સુધી દરેકને ૧૦૦૦થી ૧૫૦૦ રૃપિયા
સુધીનું ડિઝલનું વિતરણ કરી શકે છે. પેટ્રોલ પંપમાં ડીઝલની ગાડી આવે ત્યારે લોકો
કેરબા અને કેન લઈને દોડી જતા હોય અફરા-તફરી જેવા દ્રશ્યો સર્જાય છે ત્યારે નાછુટકે
પોલીસ પણ બોલાવવી પડે છે. ડીઝલનો જથ્થો પૂરો થઈ જાય એટલે પેટ્રોલ પંપની આગળ આડશ
મૂકવી પડે છે અને ડીઝલનો જથ્થો ખલાસ તેવા બોર્ડ મારવા પડે છે. હાલ ખરીફ પાકની સીઝન
હોય ખેડૂતોને ખેડ માટે ટ્રેક્ટરમાં વધારે પ્રમાણમાં ડીઝલ જોઈતું હોય તંત્ર દ્વારા
ઘટતી કાર્યવાહી હાથ ધરાય તેવુ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤