લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

Hardik Pandya : હાર્દિક પંડ્યાને ટીમમાં લેવા માટે IPLની 5 ફ્રેન્ચાઇઝી તૈયાર! કયા ખેલાડીઓને છોડીને થશે મોટો ટ્રેડ, જાણો સંપૂર્ણ ગણિત

by

Thenewsdk

Updated: 11-08-2026, 03.15 PM

Follow us:

દિલ્હી કેપિટલ્સ હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવા માટે અક્ષર પટેલને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેડ કરવાની સંભાવના પર વિચાર કરી શકે છે. અક્ષર એક ઉપયોગી ઓલરાઉન્ડર હોવા ઉપરાંત નેતૃત્વનો અનુભવ પણ ધરાવે છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે અક્ષરનો સમાવેશ સ્પિન બોલિંગ વિભાગને વધુ મજબૂત કરી શકે છે. જોકે, આ માત્ર સંભવિત ટ્રેડ તરીકે જ ચર્ચાઈ રહ્યું છે.

લખનઉ સુપર જાયન્ટ્સ: નિકોલસ પૂરન બની શકે છે ટ્રેડનો ભાગ
લખનઉ સુપર જાયન્ટ્સ પાસે મિચેલ માર્શ જેવા ઓલરાઉન્ડર હોવા છતાં હાર્દિકને મેળવવા માટે નિકોલસ પૂરનનું નામ સંભવિત ટ્રેડમાં ચર્ચાઈ રહ્યું છે. જો આ ડીલ આગળ વધે તો પૂરન મુંબઈ ઈન્ડિયન્સમાં અને હાર્દિક લખનઉની ટીમમાં જોવા મળી શકે છે. જોકે, હાલ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

ચેન્નઈ સુપર કિંગ્સ: કોચની નિમણૂક બાદ નિર્ણય
ચેન્નઈ સુપર કિંગ્સ માટે હાલમાં મુખ્ય પ્રાથમિકતા હેડ કોચની નિમણૂક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્ટીફન ફ્લેમિંગ બાદ કોચનું પદ ખાલી થતાં ટીમ મેનેજમેન્ટ પહેલાં આ મુદ્દો ઉકેલવા માગે છે. હાર્દિકને મેળવવા માટે CSKએ બે ખેલાડીઓને છોડવા પડી શકે તેવી અટકળો પણ અગાઉ સામે આવી હતી. તેમાં શિવમ દુબે, આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ જેવા નામોની ચર્ચા થઈ હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ: કેમરોન ગ્રીન પર નજર
કોલકાતા નાઈટ રાઈડર્સ હાર્દિક માટે કેમરોન ગ્રીનને ટ્રેડમાં સામેલ કરી શકે તેવી અટકળો છે. KKRએ ગ્રીનને ₹25.2 કરોડમાં ખરીદ્યો હતો. જો, કે આગામી વર્ષે IPL બાદ તરત જ એશિઝ સિરીઝ હોવાથી ગ્રીનની IPL ઉપલબ્ધતા પણ મહત્વનો મુદ્દો બની શકે છે.

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલનું નામ ચર્ચામાં
રાજસ્થાન રોયલ્સ પાસે રવીન્દ્ર જાડેજા, સેમ કરન, ડોનોવન ફરેરા અને દાસુન શનાકા જેવા ઓલરાઉન્ડર્સ છે. તેમ છતાં હાર્દિકને મેળવવા માટે યશસ્વી જયસ્વાલને ટ્રેડમાં સામેલ કરવાની સંભાવના અંગે પણ ચર્ચા થઈ રહી છે.

હાર્દિકનું આગામી ઠેકાણું કયું?
હાલમાં હાર્દિક પંડ્યાના ટ્રેડ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. તેથી CSK, KKR, DC, LSG અને RRમાંથી કઈ ટીમ હાર્દિકને મેળવશે તે હાલ સ્પષ્ટ નથી. આગામી IPL ટ્રેડ વિન્ડો દરમિયાન આ અંગે ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤