ઇંગ્લેન્ડ ટી-20 અને ત્યારબાદ વન-ડે શ્રેણી ગુમાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે ઝિમ્બાબ્વેના પ્રવાસે પહોંચી છે. આ પ્રવાસ દરમિયાન ટીમ ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમશે. આ સીરીઝમાં ફેન્સને ફરી એકવાર વૈભવ સૂર્યવંશી રમતો જોવા મળશે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં નિષ્ફળ ગયા બાદ, વૈભવની નજર હવે ઝિમ્બાબ્વે સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કમબેક કરવા પર રહેશે.
ઝિમ્બાવે સીરીઝમાં ફરી જોવા મળશે વૈભવ સૂર્યવંશી
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં ઘણા યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેમાં પ્રભસિમરન સિંહ પણ સામેલ છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, તેમને પ્લેઇંગ-11માં સ્થાન મળે છે કે નહીં. આ સાથે જ ટી-20 ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યર પણ પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતને પ્રથમ જીત અપાવવાનો પ્રયાસ કરશે, કારણ કે અય્યરની કેપ્ટનશીપ હેઠળ ભારતને હજુ સુધી જીત મળી નથી. ઝિમ્બાબ્વે સીરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ફેન્સમાં એ જાણવાની ઉત્સુકતા છે કે આ મેચ ક્યારે, ક્યાં અને કયા સમયે જોઈ શકાશે.
23 જુલાઈએ રમાશે પહેલી ટી-20 મેચ
લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ સંબંધિત માહિતી મુજબ, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેનો પ્રથમ ટી-20 મેચ ગુરુવાર, 23 જુલાઈના રોજ રમાશે. આ રોમાંચક મેચ ઝિમ્બાબ્વેના હરારે સ્થિત ‘હરારે સ્પોર્ટ્સ ક્લબ’ સ્ટેડિયમમાં યોજાશે. જો સમયની વાત કરીએ તો, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેનો આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચ માટેનો ટોસ સાંજે 4:00 વાગ્યે થશે.
DD Sports પર ફ્રીમાં જોઈ શકશો મેચ
ક્રિકેટ ફેન્સ આ મેચનું લાઈવ પ્રસારણ DD Sports ચેનલ પર બિલકુલ ફ્રીમાં જોઈ શકશે. આ ઉપરાંત Unite8 Sports નેટવર્ક પર પણ આ આખી સીરીઝની મેચોનું પ્રસારણ કરવામાં આવશે. જો તમે મોબાઈલ કે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ જોવા માંગતા હોવ તો FanCode App પર ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ ટી-20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ માણી શકશો.




Leave a Comment