દુનિયાભરના 82 જેટલા દેશોના શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે ખેલાયેલા આ મહાકુંભમાં ભારતીય ટીમે યાદગાર પ્રદર્શન કર્યું છે. સમગ્ર સ્પર્ધા દરમિયાન ભારતીય ખેલાડીઓએ અદ્ભુત રમત, ઉત્સાહ અને સંયમનું પ્રદર્શન કરીને વૈશ્વિક સ્તરે ભારતનું માન વધાર્યું છે.
41 મેડલ્સ સાથે ભારતે ટોપ-5માં બનાવી મજબૂત પકડ
ભારતીય ખેલાડીઓએ અલગ-અલગ શ્રેણીઓમાં અસાધારણ પ્રદર્શન કરીને કુલ 41 મેડલ્સ પોતાના નામે કર્યા છે. ભારતના ખાતામાં 7 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ અને 17 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ શાનદાર જીતની સાથે જ ભારતે ઓવરઓલ મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે. ગયા વર્ષે યોજાયેલા વર્લ્ડ કપમાં ભારત 7મા સ્થાને રહ્યું હતું, પરંતુ આ વર્ષે ભારતે સીધી 3 સ્થાનની મોટી છલાંગ લગાવીને વિશ્વના ટોપ-5 દેશોમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
‘અમે માત્ર ભાગ લેવા નહીં પણ જીતવા ગયા હતા’ – IPA પ્રેસિડેન્ટ
ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સમગ્ર દેશમાં અને રમતગમત જગતમાં ખુશીનો મોજું ફરી વળ્યું છે. ઇન્ડિયન પિકલબૉલ એસોસિયેશન (IPA)ના પ્રેસિડેન્ટ સૂર્યવીર સિંહ ભુલ્લરે ગર્વ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમે વિયેતનામ માત્ર રમત રમવા કે ભાગ લેવા નહોતા ગયા, પરંતુ વિશ્વના શ્રેષ્ઠ દેશો વચ્ચે આપણું સાચું સ્થાન મેળવવા ગયા હતા. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ત્રિરંગો લહેરાતો જોવો એ દરેક ભારતીય માટે અનહદ ગૌરવની ક્ષણ છે.
ભારતમાં વધતો પિકલબૉલનો ક્રેઝ અને ભવિષ્યની આશાઓ
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પિકલબૉલ રમતનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. યુવાનોથી લઈને અનુભવી ખેલાડીઓ આ રમતમાં રસ દાખવી રહ્યા છે. વર્લ્ડ કપ 2026ની આ સફળતા સાબિત કરે છે કે યોગ્ય તાલીમ અને પ્રોત્સાહન મળે તો ભારતીય ખેલાડીઓ કોઈપણ વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠ દેખાવ કરી શકે છે. આ જીતથી દેશના અન્ય ઉભરતા ખેલાડીઓને પણ નવી પ્રેરણા મળશે.



