લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ મુશ્કેલીમાં! 2027 વર્લ્ડ કપની સીધી ટિકિટ ગઈ, હવે ક્વોલિફાયર રમવો પડશે

by

Thenewsdk

Updated: 11-08-2026, 10.29 AM

Follow us:

2027 વર્લ્ડ કપ માટે યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સિવાય ICC ODI રેન્કિંગમાં ટોચની આઠ ટીમોને સીધું ક્વોલિફિકેશન મળવાનું છે. આયર્લેન્ડ સામે અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાન આ ટોચની ટીમોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.

બીજી તરફ, હાલમાં 10મા ક્રમે રહેલી વેસ્ટ ઈન્ડિઝ ઓટોમેટિક ક્વોલિફિકેશનની બહાર રહી ગઈ છે. કટ-ઓફ તારીખ પહેલાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની બે વનડે મેચ બાકી છે, પરંતુ આ બંને મેચમાં જીત મેળવ્યા બાદ પણ ટીમ માટે સીધી ક્વોલિફિકેશન મેળવવાનો માર્ગ ખુલશે નહીં.

ફેબ્રુઆરી 2027માં ક્વોલિફાયર રમવું પડશે
હવે વેસ્ટ ઈન્ડિઝને વર્લ્ડ કપમાં પહોંચવા માટે ફેબ્રુઆરી 2027માં ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે. ટીમ માટે આ સ્થિતિ નવી નથી. 2023 ODI વર્લ્ડ કપ પહેલાં પણ વેસ્ટ ઈન્ડિઝને ક્વોલિફાયર રમવું પડ્યું હતું.

જો, કે તે સમયે ટીમ સુપર સિક્સ તબક્કામાં પાંચમા સ્થાને રહી હતી અને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગઈ હતી. પરિણામે વેસ્ટ ઈન્ડિઝ પોતાના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ODI વર્લ્ડ કપમાં જોવા મળી નહોતી.

2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ રહી હતી બહાર
2023 વર્લ્ડ કપમાં સ્થાન ન મળ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને તેની અસર આગળ પણ જોવા મળી હતી. ટીમ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાય કરી શકી નહોતી. હવે ફરી એકવાર ટીમ સામે ક્વોલિફાયરનો પડકાર ઉભો થયો છે.

10 ટીમો વચ્ચે થશે ક્વોલિફાયર
2027 વર્લ્ડ કપના ક્વોલિફાયરમાં કુલ 10 ટીમો ભાગ લેશે. તેમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સહિતના સૌથી નીચા ક્રમાંક ધરાવતા બિન-યજમાન પૂર્ણ સભ્ય દેશોનો સમાવેશ થશે. આ ઉપરાંત ક્વોલિફાયર પ્લેઓફમાંથી ચાર ટીમો પણ મુખ્ય ક્વોલિફાયરમાં પહોંચશે. પ્લેઓફમાં લીગ 2ની નીચેની ચાર ટીમો અને ચેલેન્જ લીગની ચાર ટીમો વચ્ચે મુકાબલો થશે.

વર્લ્ડ કપમાં પહોંચવાનો રસ્તો પણ સરળ નહીં હોય
ક્વોલિફાયરની વિજેતા ટીમને 2027 વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં સીધું સ્થાન મળશે. જ્યારે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોને ત્રણ ટીમોની સુપર સિરીઝમાં વધુ એક તક મળશે. આ તબક્કાની વિજેતા ટીમ પણ વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે.

ICCએ 14 ટીમોના વર્લ્ડ કપને વધુ સ્પર્ધાત્મક અને ટૂંકા ફોર્મેટમાં યોજવા માટે ક્વોલિફિકેશન સિસ્ટમમાં આ ફેરફારો કર્યા છે. જો, કે કેટલાક એસોસિયેટ દેશોએ વર્લ્ડ કપમાં સીધા પહોંચવાની તકો ઘટવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤