લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

Vaibhav Suryavanshi : નાની ઉંમર, મોટું નામ! વૈભવ સૂર્યવંશીએ ટાઈમ મેગેઝિનની ખાસ યાદીમાં મેળવી જગ્યા, વિશ્વભરમાં ચર્ચા

by

Thenewsdk

Updated: 01-10-2026, 12.10 PM

Follow us:

જે વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી ઊભરી રહેલા અગ્રણી લોકોનું સન્માન કરે છે. માત્ર 15 વર્ષની વયે વૈભવ આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનારો સૌથી યુવા સભ્ય બન્યો છે. મેગેઝિને તેને વિશ્વ રમતગમતના ઝડપથી વિકસતા સિતારાઓ એટલે કે ‘રાઇઝિંગ સ્ટાર્સ’ની શ્રેણીમાં સામેલ કર્યો છે.

વિશ્વના ટોચના 7 એથ્લેટ્સમાં એકમાત્ર ભારતીય
ટાઈમ મેગેઝિન દ્વારા પસંદ કરાયેલા વિશ્વભરના ટોચના 7 ખેલાડીઓની યાદીમાં વૈભવ સૂર્યવંશી એકમાત્ર ભારતીય રમતવીર છે. આ યાદીમાં તેની સાથે અમેરિકન ફૂટબોલર આર્ચીબાલ્ડ મેનિંગ, એનબીએ બાસ્કેટબોલ સ્ટાર ટાયરીસ મેક્સી, જાણીતા ફૂટબોલર્સ નાઓમી ગિરમા અને ફોલેરિન બાલોગુન, ફિલિપિન્સની ટેનિસ સ્ટાર એલેક્ઝાન્ડ્રા ઈલા તથા બાસ્કેટબોલ પ્લેયર ઓલિવિયા માઈલ્સ જેવા વિશ્વકક્ષાના રમતવીરો સામેલ છે.

9k=

ગયા વર્ષે યશસ્વી જયસ્વાલે મેળવ્યું હતું આ બહુમાન
આ અગાઉ વર્ષ 2025માં ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને TIME 100 Next યાદીમાં જગ્યા મળી હતી અને તેઓ તે વર્ષે યાદીમાં સામેલ એકમાત્ર ક્રિકેટર હતા. 23 વર્ષીય યશસ્વીએ તે સમયે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સન્માન દર્શાવે છે કે, તેઓ કેટલી મુશ્કેલ સફર ખેડીને અહીં પહોંચ્યા છે અને ભવિષ્યમાં હજુ કેટલું આગળ જવાનું બાકી છે.

સચિન તેંડુલકરનો ઐતિહાસિક રેકોર્ડ તોડી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ
વૈભવે જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ખાતે રમાયેલી ટી-20 મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ સાથે જ તે ભારત તરફથી ઇન્ટરનેશનલ મેચ રમનારો સૌથી નાની વયનો પુરુષ ક્રિકેટર બન્યો હતો અને તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો દાયકાઓ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વૈભવ અત્યાર સુધીમાં ભારત માટે 6 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 193 રન બનાવ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 81 રન રહ્યો છે.

Z

12 વર્ષની ઉંમરે રણજી ડેબ્યૂ અને IPLમાં સૌથી મોટો દાવ
બિહારના સમસ્તીપુરના વતની વૈભવે વર્ષ 2024માં માત્ર 12 વર્ષની ઉંમરે બિહાર તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સનસનાટી મચાવી હતી. તે જ વર્ષે રાજસ્થાન રોયલ્સે IPL ઓક્શનમાં તેને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે આઈપીએલ ઈતિહાસમાં હરાજી દરમિયાન ખરીદાયેલો સૌથી નાની વયનો ખેલાડી બન્યો હતો.

માત્ર 35 બોલમાં સદી ફટકારી આઈપીએલમાં મચાવી ધૂમ
IPL 2025ની સિઝનમાં વૈભવે પોતાની વિસ્ફોટક બેટિંગથી તમામને ચોંકાવી દીધા હતા. તેણે 7 ઇનિંગ્સમાં 252 રન બનાવ્યા હતા. ખાસ કરીને ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં તેણે માત્ર 35 બોલમાં ઝંઝાવાતી સદી ફટકારી હતી, જે તે સમયે કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા આઈપીએલમાં ફટકારાયેલી સૌથી ઝડપી સદી સાબિત થઈ હતી.

IPL 2026માં રનની રમઝટ અને ગેઈલનો રેકોર્ડ ધ્વસ્ત
પોતાની બીજી આઈપીએલ સિઝનમાં વૈભવે અવિશ્વસનીય પ્રદર્શન કરતા 16 મેચોમાં 776 રન ખડકી દીધા હતા, જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ હતી. તે રાજસ્થાન રોયલ્સ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. આ સિઝનમાં તેણે કુલ 72 ગગનચુંબી છગ્ગા ફટકારીને ક્રિસ ગેઈલના સર્વોચ્ચ સિક્સરના જૂના રેકોર્ડને 20 સિક્સરના માર્જિનથી પાછળ છોડી દીધો હતો.

11 બોલમાં વર્લ્ડ રેકોર્ડ ફિફ્ટી અને ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ
જૂન મહિનામાં કોલંબો ખાતે શ્રીલંકા ‘એ’ સામે ઇન્ડિયા ‘એ’ તરફથી રમતા વૈભવે માત્ર 11 બોલમાં અર્ધસદી ફટકારીને લિસ્ટ-એ ક્રિકેટમાં વિશ્વની સૌથી ઝડપી ફિફ્ટીનો અજેય વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેના આ શાનદાર પ્રદર્શન બાદ તેને ચેમ્પિયન બનેલી ઈસ્ટ ઝોન ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવાયો હતો. હાલમાં તે જાપાન ખાતે ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤