ગુજરાતમાં વિધર્મીએ અપહરણ કરીને સગીરા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યુ

રાજકોટમાં એક 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને એક વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકે સોશિયલ મીડિયામાં યુવતીનો સંપર્ક કર્યો હતો.
આ પછી તેને પ્રેમજાળમાં ફસાવીને ગોવા ફરવા લઈ ગયો હતો જ્યાં હોટલમાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને લગ્નની લાલચ આપી હતી. આ સમગ્ર મામલે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સગીરા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય
મળેલી માહિતી મુજબ, આરોપીએ પોતાનો મોબાઈલ વેચી નાખ્યો હતો તેમજ સગીરાને પણ ઘરેથી રુપિયા લઈને પોતાની સાથે ગોવા ફરવા જવાનું કહ્યું હતું. જો કે સગીરા સાથે હોટલમાં મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
આરોપીની માતા સગીરાને ઘરે મુકી જતાં પરિવારજનોને જાણ થઈ હતી. આ પછી દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યો છે.
આરોપીની મેડિકલ તપાસ હાથ ધરી હતી. પોલસી આ મામલે વધુ તપાસ કરી રહી છે.