‘મારે તો સેક્સ જ જોઈએ,મહિલાએ તેના પતિની હત્યા કરી નાખી અને પછી ખુલ્લેઆમ એકકાર પણ કર્યો

દિલ્હીથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિહાલ વિહારમાં એક પત્નીએ તેના પતિની હત્યા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ કહ્યું કે તેનો પતિ તેને શારીરિક રીતે સંતોષ આપી શકતો ન હતો. તેથી જ તેણે આ ભયાનક પગલું ભર્યું. પોલીસે કેસ નોંધીને આરોપી પત્નીની ધરપકડ કરી છે.
પત્નીએ દિલ્હી પોલીસ સમક્ષ ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે તેનો પતિ તેને શારીરિક રીતે સંતોષ આપી શકતો ન હતો. એટલા માટે તેણે આ પગલું ભર્યું.
પોલીસે જણાવ્યું કે 20 જુલાઈની સાંજે લગભગ 4.15 વાગ્યે નિહાલ વિહાર પોલીસ સ્ટેશનને એક હોસ્પિટલથી ફોન આવ્યો. હોસ્પિટલે જાણ કરી કે એક મહિલા તેના પતિ મોહમ્મદ શાહિદને છરીના ઘા સાથે લાવ્યા છે. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે શાહિદને મૃત જાહેર કર્યો.
પત્નીએ છરીના ઉપરાઉપરી ઘા મારીને પતિની હત્યા કરી નઆખી હતી. જ્યારે દિલ્હી પોલીસ હોસ્પિટલમાં પહોંચી, ત્યારે મહિલાએ દાવો કર્યો કે તેના પતિએ પોતાને છરી મારીને આત્મહત્યા કરી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ છરીના ઘાથી હત્યાની પુષ્ટિ થઈ છે.