લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ | Mohanlal breaks down in theatre after getting review of drishyam 3

by

Thenewsdk

Updated: 22-05-2026, 02.16 PM

Follow us:

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ | Mohanlal breaks down in theatre after getting review of drishyam 3



photo 1779439383359

Mohnalal Became Emotional: મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ્રશ્યમ 3’ 21 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાં જ પ્રશંસકો મોટી સંખ્યામાં થિયેટરો તરફ દોડ્યા હતા, જ્યાં ખુદ મોહનલાલ પણ તેમની સાથે ‘ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો’ જોવા પહોંચ્યા હતા. થિયેટરની અંદરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દર્શકોનો અદભુત પ્રતિભાવ જોઈને સુપરસ્ટાર મોહનલાલ ભાવુક થતા અને આંસુ લૂછતા જોવા મળી રહ્યા છે.

દર્શકોનો રિસ્પોન્સ જોઈને રોઈ પડ્યા મોહનલાલ

વાયરલ વીડિયોમાં મોહનલાલ ‘દ્રશ્યમ 3’ની સ્ટાર કાસ્ટ સાથે થિયેટરમાં બેઠેલા જોવા મળે છે. ફિલ્મ પૂરી થતાં જ જ્યારે પ્રશંસકોએ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પોઝિટિવ રિવ્યૂ આપ્યા, ત્યારે મોહનલાલ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને ભાવુક થઈને આંખો લૂછવા લાગ્યા હતા. વીડિયોમાં તેઓ હાથ જોડીને પ્રશંસકોનો આભાર માનતા પણ દેખાય છે. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચાહકો માટે એક હૃદયસ્પર્શી નોટ લખી: “‘દ્રશ્યમ 3’ ખૂબ જ પ્રેમ, જુસ્સા અને કૃતજ્ઞતા સાથે બનાવવામાં આવી છે. તમારા અદભુત પ્રતિભાવો દ્વારા એ જ પ્રેમ પાછો મળતો જોઈને હું અંદરથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તમારા રિવ્યૂ, તમારા શબ્દો અને તમે વ્યક્ત કરેલી લાગણીઓ મારા માટે બોક્સ ઓફિસના કોઈ પણ આંકડા કરતાં ઘણી વધુ કિંમતી છે. ફિલ્મ જોવા માટે, તેની સાથે જોડાવા માટે, દરેક ક્ષણને અનુભવવા માટે અને જ્યોર્જકુટ્ટી તથા તેના પરિવારને પોતાના ગણીને અપનાવવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.”

ફિલ્મની રિલીઝ સાથે બર્થડે સેલિબ્રેશન

યોગાનુયોગ 21 મેના રોજ મોહનલાલનો જન્મદિવસ પણ હોવાથી, તેમણે ફિલ્મની કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ સાથે સેટ પર જ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશનના વીડિયોમાં તેઓ ટીમની હાજરીમાં ચોકલેટ કેક કાપતા અને ખુશ થતા જોવા મળી રહ્યા છે.

શું છે ‘દ્રશ્યમ 3’ની વાર્તા?

જીતુ જોસેફના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં મોહનલાલ, મીના, અંસિબા હસન અને એસ્થર અનિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ત્રીજા ભાગમાં જ્યોર્જકુટ્ટી અને તેના પરિવારની આગળની વાર્તા રજૂ કરવામાં આવી છે. આટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયા પછી જ્યોર્જકુટ્ટી હવે પોતાના પરિવાર માટે એક સામાન્ય અને શાંતિપૂર્ણ જીવન ઈચ્છે છે. તે હવે તેની પુત્રી અંજુના લગ્ન કરાવીને તેને જિંદગીમાં આગળ વધતી જોવા માંગે છે.

જોકે, જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય છે અને એવું લાગે છે કે જ્યોર્જકુટ્ટી પરિવારને બચાવવામાં સફળ રહ્યો છે, ત્યારે જ એક રિપોર્ટર આ જૂના કેસમાં ફરી રસ દાખવે છે અને જ્યોર્જકુટ્ટીએ વર્ષોથી બનાવેલી શાંતિની દુનિયા ફરી વિખેરાઈ જવાનો ખતરો ઊભો થાય છે.

આ પણ વાંચો: ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું

બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ

ફિલ્મ ક્રિટિક્સ તરફથી આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. એક રિવ્યુમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ફિલ્મનું ધ્યાન ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ દ્વારા થ્રિલ આપવા પર ઓછું અને જ્યોર્જકુટ્ટી તથા તેના નિર્ણયોના પરિણામો પર વધુ કેન્દ્રિત છે. જીતુ જોસેફ જ્યોર્જકુટ્ટીને ક્યાંય નબળો પડવા દેતા નથી, ભલે તે હિંસાનો સહારો કેમ ન લે. આ જ કારણે આ ફ્રેન્ચાઈઝીની અન્ય ફિલ્મો જેટલી રોમાંચક નથી લાગતી.

જોકે, મિશ્ર રિવ્યૂ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કર્યું છે. ‘દ્રશ્યમ 3’ એ પહેલા જ દિવસે વિશ્વભરમાં ₹48.37 કરોડનું ગ્રોસ કલેક્શન અને ભારતમાં ₹15.85 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જેમાં સૌથી વધુ બિઝનેસ મલયાલમ વર્ઝનનો રહ્યો છે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤