લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

CBFCના પૂર્વ ચેરમેન પહલાજ નિહલાણીનું 76 વર્ષની વયે નિધન, લાંબા સમયથી બીમાર હતા | Former CBFC chairman Pahlaj Nihalani passes away at the age of 76

by

Thenewsdk

Updated: 04-06-2026, 12.22 PM

Follow us:

CBFCના પૂર્વ ચેરમેન પહલાજ નિહલાણીનું 76 વર્ષની વયે નિધન, લાંબા સમયથી બીમાર હતા | Former CBFC chairman Pahlaj Nihalani passes away at the age of 76



photo 1780555953698

Pahlaj Nihalani Passes Away: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. CBFCના પૂર્વ ચેરમેન અને પ્રોડ્યુસર પહલાજ નિહલાણીનું નિધન થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને લિવરની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. પહલાજ નિહલાણીના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે. તમામ લોકો ભીની આંખે તેમને વિદાઈ આપી રહ્યા છે. તેમણે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.

પહલાજના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

પહલાજ નિહલાણીનું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અચાનક આવેલા તેમના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ સ્તબ્ધ છે. ફેન્સ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. પહલાજ નિહલાણીએ ‘આંખે’, ‘રંગીલા રાજા’, ‘અંદાજ’, ‘તલાશ’, અને ‘જુલી 2’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી.

આ પણ વાંચો: ઇન્કમ ટેક્સમાં મોદી કેબિનેટનો મોટો ફેરફાર! હવે વિદેશી રોકાણકારોને જલસા, જાણો શું છે ફાયદો

 2015થી 2017 દરમિયાન સેન્સર બોર્ડના ચેરપર્સન રહ્યા

પહલાજ નિહલાણી 2015થી 2017 દરમિયાન સેન્સર બોર્ડના ચેરપર્સન રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઘણી ફિલ્મોની સેન્સરશિપ અને ફિલ્મ સર્ટિફિકેશનને લઈને વિવાદો થયા હતા. પહલાજના નિર્ણયોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટી ચર્ચા છેડી હતી. એક પ્રોડ્યુસર તરીકે પહલાજ નિહલાણીએ ઘણી કોમર્શિયલ હિન્દી ફિલ્મો બનાવી હતી.

પહલાજે ઘણી કોમર્શિયલ હિન્દી ફિલ્મો બનાવી

એક પ્રોડ્યુસર તરીકે પહલાજ નિહલાણીએ ઘણી કોમર્શિયલ હિન્દી ફિલ્મો બનાવી હતી. પહલાજે 1982માં આવેલી ફિલ્મ ‘હથકડી’થી પ્રોડ્યુસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ‘આંખેં’, ‘શોલા ઔર શબનમ’, ‘અંદાજ’, ‘પાપ કી દુનિયા’, ‘તલાશ’ અને ‘રંગીલા રાજા’ જેવી ફિલ્મો ઈન્ડસ્ટ્રીને આપી. પહલાજે જ ગોવિંદા અને ચંકી પાંડેને બોલિવૂડમાં મોટો બ્રેક આપીને તેમનું કરિયર બનાવ્યું હતું. ગોવિંદાની ‘રંગીલા રાજા’ પહલાજની નિર્માતા તરીકેની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.

પહલાજ 1980થી 2009 સુધી મોશન પિક્ચર્સ એન્ડ ટીવી પ્રોગ્રામ પ્રોડ્યુસર્સ એસોસિએશન (AMPTPP)ના અધ્યક્ષ પણ રહ્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤