લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Bengaluru Creche Horror: Kids Locked in Washing Machine, FIR Against 5 | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 08.21 PM

Follow us:

Bengaluru Creche Horror: Kids Locked in Washing Machine, FIR Against 5 | Gujarat News


આ ઘટનામાં પાંચ મહિલા કર્મચારીઓ સામે FIR દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. 

બાળકો સાથે ક્રૂરતા 

બેંગલુરુના બ્રુકફિલ્ડ વિસ્તારમાં એક IT કંપનીના ક્રેચમાં ક્રૂરતાપૂર્વક અત્યાચારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બાળકોને વોશિંગ મશીનમાં બંધ કરીને તેમના મોંમાં પાણી રેડવામાં આવ્યું હતું. પોલીસે પાંચ મહિલા કર્મચારીઓ સામે FIR દાખલ કરી છે. અને તેમની ધરપકડ કરાઇ છે. કર્ણાટક પોલીસના જણાવ્યા અનુસાર, આ ડે-કેર સેન્ટર કંપનીના કર્મચારીઓના બાળકોની સંભાળ રાખવા માટે ચલાવવામાં આવે છે. 

પોલીસ તપાસ કરાઇ શરુ 

29 જૂને બાળકોના કેટલાક વીડિયો વોટ્સએપ પર વાયરલ થયા ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. આ બાદ, ચાઇલ્ડ હેલ્પલાઇનને ફરિયાદ મળી, જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે ક્રેચમાં મહિલા સ્ટાફ બાળકો રડે કે અવાજ કરે તો તેમની સાથે ક્રૂર વર્તન કરતી હતી. પોલીસનું કહેવું છે કે, નાના બાળકો રડતા અને મહિલાઓ તેમને ધમકી આપતા હતા. 

ફ્રન્ટ-લોડિંગ મશીનોમાં બંધ કરાયા 

તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક બાળકોને ફ્રન્ટ-લોડિંગ વોશિંગ મશીનોમાં બંધ કરવામાં આવ્યા હતા. પશ્ચિમી શૈલીના ટોઇલેટ સીટ પર બેસાડવામાં આવ્યા હતા, ટોઇલેટના જેટ સ્પ્રેમાંથી તેમના મોંમાં પાણી રેડવામાં આવ્યું હતુ. બાથરૂમમાં બંધ કરવામાં આવ્યું હતું અને ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી હતી.

પાંચ મહિલાઓ સામે કેસ દાખલ

પોલીસે ફરિયાદના આધારે પાંચ મહિલા સ્ટાફ સામે કેસ દાખલ કર્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બધી આરોપી મહિલાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, આ ઘટનાઓ ક્યારે બની હતી અને શું અન્ય બાળકો પર પણ આવા જ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓ કહે છે કે તપાસ ચાલુ છે અને કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ  30 દિવસ માટે છોડી દો ખાંડ અને શરીરમાં જુઓ બદલાવ



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤