લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

કાલોલના ડેરોલ ગામના રસ્તા પરના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

by

Thenewsdk

Updated: 02-07-2026, 02.42 AM

Follow us:

કાલોલના ડેરોલ ગામના રસ્તા પરના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા


કાલોલ હાઈવે સ્થિત બોરુ ચોકડી પાસેથી ડેરોલગામ તરફ્ જવાના રેલવે અંડરબ્રિજમાં બુધવારે સવારે ખાબકેલા વરસાદને પગલે વરસાદી પાણીથી અંડરબ્રીજ ભરાઈ જતાં હાલ સવારથી સાંજ સુધી બન્ને તરફ્નો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. તદ્ઉપરાંત તંત્ર દ્વારા જ્યાં સુધી પાણીનો નિકાલ કરવા માટે નહીં આવે ત્યાં સુધી આ રસ્તાનો ઉપયોગ સ્થાનિકોએ ટાળવો પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું સિઝન દરમ્યાન વરસાદી પાણીના ભરાવાની સમસ્યા અવારનવાર સર્જાતી રહે છે, જોકે અંડરબ્રીજ બનાવ્યા પછી રેલવે તંત્ર દ્વારા ગત ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો જે ફાળવેલ પંપનો કોન્ટ્રાકટ ગત દિવાળીએ પુરો થતાં હવે પાણીનો નિકાલ તંત્ર તેમની મરજી પ્રમાણે માણસ મોકલીને કરે છે જેને કારણે પાણીનો નિકાલ કરવાની સમસ્યા વકરતી જોવા મળે છે. ગત 19 જુને આવેલા કમોસમી વરસાદને પગલે એ સમયે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાાઇ જતાં તંત્ર દ્વારા બે દિવસ પછી પાણીનો નિકાલ કર્યો હતો જેને કારણે બે દિવસ સુધી આ રોડનો વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. જેથી જ્યારે પણ વરસાદ પડે ત્યારે વરસાદી પાણીથી અંડરબ્રીજ ભરાઈ જતાં પાણીનો નિકાલ ના કરવામાં આવે ત્યાં સુધી વાહનવ્યવહાર બંધ રહે એ સમસ્યા વકરતી જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤