ગ્રાહકો માટે રાહતના સમાચાર છે, કે માત્ર e-KYCની ડેડલાઈન ચૂકી જવાથી LPG કનેક્શન કાયમી રીતે રદ થવાનું નથી. e-KYC બાકી હોય તેવા ગ્રાહકોનું કનેક્શન વેરિફિકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી અસ્થાયી રીતે સ્થગિત થઈ શકે છે. ગ્રાહક એકવાર e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી દેશે ત્યારબાદ કનેક્શન અને સંબંધિત સુવિધાઓ ફરીથી શરૂ થઈ શકે છે.
સબસિડીવાળા દરે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે
e-KYC પૂર્ણ ન હોય તો ગ્રાહકોને ઘરેલુ અથવા સબસિડીવાળા દરે LPG સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં વેરિફિકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી સિલિન્ડરની સુવિધા પર અસર પડી શકે છે અને ગ્રાહકોને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી શકે છે. દાખલા તરીકે, દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹942 અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹2,738 સુધી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, LPGના ભાવ શહેર અને સમય પ્રમાણે બદલાઈ શકે છે.
ઘેરબેઠા e-KYC કેવી રીતે કરશો?
જે ગ્રાહકોએ અગાઉથી e-KYC પૂર્ણ કરી લીધી છે તેમને ફરીથી પ્રક્રિયા કરવાની જરૂર નથી. પરંતુ જો e-KYC બાકી હોય તો ગ્રાહકો હવે પણ સંબંધિત ગેસ કંપનીની અધિકૃત પ્રક્રિયા દ્વારા વેરિફિકેશન કરાવી શકે છે.
- અધિકૃત મોબાઇલ એપ: ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓની અધિકૃત એપ મારફતે e-KYC કરી શકાય છે.
- ગેસ એજન્સી: નજીકના LPG ડિસ્ટ્રિબ્યુટર પાસે જઈને વેરિફિકેશન કરાવી શકાય છે.
- ડિલિવરી બોય મારફતે: LPG સિલિન્ડરની ડિલિવરી સમયે ઉપલબ્ધ સુવિધા મુજબ e-KYC પૂર્ણ કરી શકાય છે.
ડેડલાઈન ચૂકી ગયા હોય તો ગભરાવાની જરૂર નથી
e-KYCની ડેડલાઈન પૂરી થઈ ગઈ હોવા છતાં ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. કનેક્શન કાયમી રદ થતું નથી, પરંતુ ભવિષ્યમાં LPGની સુવિધા અથવા સબસિડીમાં મુશ્કેલી ન પડે તે માટે શક્ય તેટલી વહેલી તકે અધિકૃત માધ્યમથી e-KYC પૂર્ણ કરવી યોગ્ય રહેશે.




Leave a Comment