લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

શું AI બની રહ્યું છે નોકરીઓ માટે ખતરો? VISAએ 2,600 કર્મચારીઓની છટણી કરી, 7% વર્કફોર્સ ઘટાડી

by

Thenewsdk

Updated: 06-08-2026, 10.31 AM

Follow us:

અહેવાલો મુજબ, 29 જુલાઈની વહેલી સવારે 4થી 5 વાગ્યાની વચ્ચે ભારતના અનેક કર્મચારીઓને છટણી અંગેના ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. ઘણા કર્મચારીઓ દિવસની શરૂઆત કરે તે પહેલાં જ તેમની નોકરી જતી રહી હતી. માહિતી મુજબ, એક ભારતીય ટીમના 28 સભ્યોમાંથી 10 કર્મચારીઓને હટાવવામાં આવ્યા હતા.

સિનિયર અધિકારીઓ પણ છટણીની ઝપેટમાં
આ છટણી માત્ર જુનિયર સ્ટાફ પૂરતી મર્યાદિત રહી નહોતી. વર્ષોથી કંપનીમાં કામ કરતા સિનિયર ડિરેક્ટર્સ, એન્જિનિયરિંગ મેનેજર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જેના કારણે કંપનીની અંદર કર્મચારીઓમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો છે.

ભારતમાં 3,500થી વધુ કર્મચારીઓ, ટેક ટીમને સૌથી વધુ અસર
Visaના ભારતમાં બેંગલુરુ, મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદમાં મોટા ટેકનોલોજી અને કોર્પોરેટ સેન્ટર્સ કાર્યરત છે. કંપનીમાં ભારતમાં અંદાજે 3,500થી વધુ કર્મચારીઓ કાર્યરત હતા. છટણીમાં સૌથી વધુ અસર ટેક્નોલોજી અને પ્રોડક્ટ ટીમો પર પડી હોવાનું જાણવા મળ્યું છે.

AI કંપનીની નવી વ્યૂહરચનાનું કેન્દ્ર
કંપનીના સીઈઓએ જણાવ્યું છે કે Visaની આગામી વિકાસ વ્યૂહરચનામાં AI મુખ્ય ભૂમિકામાં રહેશે. કંપની પરંપરાગત AI ટૂલ્સ ઉપરાંત હવે એજન્ટિક AI (Agentic AI) ટેક્નોલોજી તરફ ઝડપથી આગળ વધી રહી છે. કંપનીનું માનવું છે કે નવી AI આધારિત સિસ્ટમો કાર્યક્ષમતા વધારશે, જેના કારણે સંસ્થાકીય માળખામાં ફેરફાર કરવાની જરૂર પડી રહી છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤