લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

‘ભાગો… ભાગો!’ની બૂમથી મચી નાસભાગ! ભાવનગરમાં જુગાર રમતા 3 યુવકો કૂવામાં ખાબક્યા, કરુણ મોત

by

Thenewsdk

Updated: 18-08-2026, 03.34 PM

Follow us:

મળતી માહિતી મુજબ, ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે આશરે 11 જેટલા યુવકો એકઠા થયા હતા. અહીં તેઓ જુગાર રમી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. દરમિયાન અચાનક કોઈ કારણસર ‘ભાગો-ભાગો’ની બૂમો પડતાં ત્યાં હાજર યુવકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ત્રણ યુવકો કૂવામાં ખાબકી ગયા હતા. કૂવામાં પડી જવાથી ત્રણેયના મોત નીપજ્યા હતા.

મૃતક યુવકોના નામ

આ ઘટનામાં મોતને ભેટેલા ત્રણ યુવકોની ઓળખ થઈ છે.

  • રાહુલ ચૌહાણ
  • નિલેશ ડાભી
  • અજીતસિંહ

ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.

વરતેજ પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને વાડી વિસ્તારમાં મૃતદેહો પડ્યા હોવાની માહિતી મળતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.

પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને યુવકો મોડી રાત્રે વાડી વિસ્તારમાં કયા કારણોસર એકઠા થયા હતા તે સહિતના તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤