લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

8 મહિનાની દીકરીને પાડોશીને સોંપી મહિલાએ ભર્યું અંતિમ પગલું, પગ પર લખેલી ડેથ નોટથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય

by

Thenewsdk

Updated: 12-08-2026, 02.40 PM

Follow us:

ઉત્તરપ્રદેશના કાસકંજમાં રહેતા અનિલકુમાર ધનપાલસિંહ જાટવ એનટીપીસી લી.માં નોકરી કરે છે. તેમની નાની બહેન સીમાના લગ્ન 22, જૂન 2023માં હાથરસ જિલ્લાના સુધીરકુમાર અનેકસિંહ (રહે, રીલાયન્સ ટાઉનશીપ,ઉંડેરા) સાથે થયા હતા. જે સુધીર રીલાયન્સમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જેના કારણે તેઓ વડોદરામાં રહેવા આવ્યા હતા. તેમને એક 8 મહિનાની દીકરી પણ છે.

પતિએ પિયરમાંથી 2 લાખ લાવવા દબાણ કર્યું
મૃતકના ભાઈની ફરિયાદ મુજબ, મે-2026માં સુધીરકુમારે ફોન કરીને પ્લોટ ખરીદવા બે લાખ રુપિયાની માંગણી કરી હતી. જોકે, તેમણે જુલાઈ સુધી રાહ જોવા કહ્યું હતું પરંતુ, સુધીરે સીમા સાથે વાત કરવા દીધી નહોતી. આ દરમિયાન સીમાએ અનિલને જણાવ્યું હતું કે, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી પતિને પિયરમાંથી રૂપિયા મગાવવા ઉશ્કેરે છે. પતિ પિયરમાંથી રુપિયા લાવવા માનસિક ત્રાસ આપતો હતો. આ અંગેની જાણ સીમાએ પોતાની માતા અને ભાભીને પણ કરી હતી.

‘ફોન રિપેર કરાવી આપે નહીં તો જાનથી મારી નાખીશ’
ફક્ત એટલું જ નહીં 8 ઓગસ્ટે સુધીરે અનિલકુમારના મોટા ભાઈ સુનીલને મેસેજ કર્યાં હતા કે, તમારી બહેન સીમાને કહો કે, મારો ફોન રિપેર કરાવી આપે નહીં તો હું તેને જાનથી મારી નાખીશ. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સીમા અને સુધીર વચ્ચે ઝઘડામાં સુધીરનો ફોન તુટી ગયો હતો.

દીકરી પાડોશીને આપી ઓઢણીથી ગળેફાંસો ખાધો
ઝઘડા બાદ સુધીર 9 ઑગસ્ટે સવારે ફોન રિપેર કરાવવા ગયો હતો. આ સમયે સીમાબેને 8 મહિનાની પુત્રીને ઉપરના માળે રહેતા પડોશીને આપીને તેમને કહ્યું હતું કે, હું રસોઈ બનાવું છું, તમે પુત્રીને સાચવજો. જોકે, અડધો કલાક બાદ પુત્રી રડતા પડોશી સીમાબેનના ઘરે જતાં ગળે ઓઢણીથી ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું હતું.

આપઘાત પહેલા પેનથી પગમાં સુસાઈડ નોટ લખી
સુધીરે અનિલકુમારની(મૃતકના ભાઈ) પત્નીને ફોન કરીને સીમાએ આપઘાત કર્યાંની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ સીમાનો પરિવાર વડોદરા દોડી આવ્યો હતો. આપઘાત બાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં સીમાના પગ પર પેનથી સુસાઈડ નોટ લખેલી મળી હતી. જે સુસાઈડ નોટ માત્ર ચાર લાઈનની જ લખી હતી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤