આ સ્થિતિમાં લોહીમાં ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવા લાગે છે, જે આગળ જતાં ટાઇપ-2 ડાયાબિટીસનું મુખ્ય કારણ બને છે. શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય લાગે છે, પરંતુ જો સમયસર તેના પર ધ્યાન આપવામાં આવે તો મોટી બીમારીઓથી બચી શકાય છે. ડબલ બોર્ડ-સર્ટિફાઇડ ફિઝિશિયન ડો.કુણાલ સૂદે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કેટલાક મહત્વપૂર્ણ લક્ષણો દર્શાવ્યા છે.
શરીરમાં દેખાતા મુખ્ય ફેરફારો
પેટની ચરબી વધવી: શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારે હોવાને કારણે ચરબી જમા થવા લાગે છે, ખાસ કરીને પેટના નીચલા ભાગમાં. સમય જતાં આનાથી શરીરમાં સોજો (Inflammation) વધે છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ અને હૃદયરોગનું જોખમ ઊભું કરે છે.
ત્વચાની કરચલીઓ અને ગરદન કાળી પડવી: ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે ત્વચાના કોષોમાં ગ્રોથ ફેક્ટર રિસેપ્ટર્સ સક્રિય થાય છે. જેના કારણે ગરદન, બગલ કે જાંઘના ભાગે ત્વચા પર દાગ પડી જાય છે.
જમ્યા પછી અતિશય થાક લાગવો: જો તમને ખોરાક લીધા પછી તરત જ ખૂબ સુસ્તી કે થાક અનુભવાય, તો તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું લક્ષણ હોઈ શકે છે. બ્લડ સુગરમાં અચાનક થતા ઘટાડાથી ઊર્જા ઓછી થઈ જાય છે અને ચીડિયાપણું આવે છે.
કાર્બ્સ કે ગળ્યું ખાવાની ક્રેવિંગ: ઇન્સ્યુલિનનું સ્તર અસ્થિર હોવાથી જમ્યા પછી બ્લડ સુગર ઝડપથી ઘટી શકે છે. આ ઊર્જાને સંતુલિત કરવા માટે શરીર વારંવાર ગળી વસ્તુઓ કે સ્ટાર્ચ ખાવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરે છે.
સ્કિન ટેગ્સ (મસા થવા): જો ત્વચા પર નાના-નાના મસા કે સ્કિન ટેગ્સ અચાનક વધી જાય, તો તે પણ ઇન્સ્યુલિનનું સ્તર ઊંચું હોવાનો સંકેત આપે છે.
વધારે તરસ લાગવી: લોહીમાં સુગર વધી જતાં કિડની પેશાબ વાટે વધારાની સુગર બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, જેનાથી શરીરમાં પાણીની કમી થાય છે અને વારંવાર તરસ લાગે છે.




Leave a Comment