હેલ્થલાઈનના અહેવાલ મુજબ પપૈયામાં વિટામિન A, B, C અને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે. આ સિવાય તેમાં પેપેન અને કાઈમોપેપેન નામના ખાસ એન્ઝાઈમ્સ હોય છે. આ તમામ તત્વો મળીને ત્વચાને ઉંડાણપૂર્વક સાફ કરી તેને કુદરતી નિખાર પૂરો પાડે છે.
ચહેરા પરની કરચલીઓ અને ફાઈન લાઈન્સથી મળશે છુટકારો
પપૈયામાં લાઈકોપીન નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સની હાનિકારક અસરને ઓછી કરે છે. ફ્રી રેડિકલ્સ ત્વચાના કોષોને નુકસાન પહોંચાડીને અકાળે વૃદ્ધત્વ લાવે છે. પપૈયાનો નિયમિત ઉપયોગ ત્વચાને ટાઈટ રાખવામાં અને ચહેરા પરથી કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ડેડ સ્કિન દૂર કરી ખીલમાંથી મુક્તિ
પપૈયામાં રહેલા એન્ઝાઈમ્સ ત્વચા પર જમા થયેલા ડેડ સ્કિન સેલ્સ (મૃત કોષો)ને દૂર કરે છે, જેનાથી ત્વચા સોફ્ટ અને ગ્લોઈંગ બને છે.
- ખીલની સમસ્યા: તે બંધ પોર્સને ખોલે છે, જેથી ખીલ થવાની શક્યતા ઘટી જાય છે.
- ડાર્ક સ્પોટ્સ: તેમાં રહેલું બીટા-કેરોટીન અને વિટામિન્સ ચહેરા પરના કાળા દાગ-ધબ્બા અને પિગ્મેન્ટેશનને આછા કરવામાં મદદ કરે છે.
ઉપયોગ કરતા પહેલાં આ મહત્વની સાવચેતી ચોક્કસ રાખો
પપૈયું કુદરતી હોવા છતાં દરેકની સ્કીન ટાઈપ અલગ હોય છે.
- પેચ ટેસ્ટ ફરજિયાત: જો તમારી સ્કિન સેન્સિટિવ હોય, તો ચહેરા પર ફેસ પેક લગાવતા પહેલા હાથ પર પેચ ટેસ્ટ ચોક્કસ કરો.
- બળતરા કે ખંજવાળ: જો ત્વચા પર બળતરા કે લાલ ચકામા થાય તો તેનો ઉપયોગ ન કરવો. આ સિવાય આંખોની આસપાસ ફેસ પેક ન લગાવવો અને ત્વચા સંબંધિત કોઈ ગંભીર બીમારી કે વધુ પડતા પિમ્પલ્સ હોય તો નિષ્ણાતની સલાહ લેવી.




Leave a Comment