નવી માતા બનેલી મહિલાઓ માટે યોગ્ય ડાયેટ એટલા માટે પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે તે બ્રેસ્ટ મિલ્કના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની સાથે ડિલિવરી પછી શરીરની રિકવરીને પણ ઝડપી બનાવે છે. ચાલો જાણીએ એવા સુપરફૂડ્સ વિશે, જે કુદરતી રીતે ધાત્રી માતાનું દૂધ વધારવામાં અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થાય છે.
કુદરતી રીતે બ્રેસ્ટ મિલ્ક વધારતા સુપરફૂડ્સ
- ઓટ્સ: ઓટ્સને ધાત્રી માતાનું દૂધ વધારવા માટે શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. તેમાં આયર્ન, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આયર્ન ડિલિવરી પછી એનિમીયાની સમસ્યાથી બચાવે છે, જ્યારે ઓટ્સ પ્રોલેક્ટીન હોર્મોનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે, જે બ્રેસ્ટ મિલ્ક બનવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
- લીલા શાકભાજી: પાલક, મેથી અને કેલ જેવા લીલા શાકભાજી ફાઇટોએસ્ટ્રોજન, કેલ્શિયમ, આયર્ન અને ફોલેટથી ભરપૂર હોય છે. તે હોર્મોનલ બેલેન્સ જાળવવામાં, મિલ્ક પ્રોડ્યુસ કરતી ગ્લેન્ડ્સના ફંકશનને સુધારવામાં અને ગર્ભાવસ્થા દરમિયાન થયેલી પોષણની અછતને પૂરી કરવામાં મદદ કરે છે.
- ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ: બદામ, ચિયા સીડ્સ અને અળસી (ફ્લેક્સ સીડ્સ) હેલ્ધી ફેટ, પ્રોટીન, વિટામિન E અને ઓમેગા-3 ફેટી એસિડના ઉત્તમ સ્ત્રોત છે. આ માત્ર માતાનું સ્વાસ્થ્ય જ નથી સુધારતા, પરંતુ બ્રેસ્ટ મિલ્કની પોષણ ક્ષમતા પણ વધારે છે. ઓમેગા-3 બાળક મગજ અને નર્વસ સિસ્ટમના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે.
- લસણ અને આદુ: લસણ અને આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને ઈમ્યુનિટી બૂસ્ટિંગ ગુણો હોય છે, જે ડિલિવરી પછી માતાની રિકવરીમાં મદદ કરે છે. પરંપરાગત રીતે પણ તેનો ઉપયોગ દૂધ વધારવા માટે થાય છે. માનવામાં આવે છે કે લસણ દૂધના સ્વાદમાં સહેજ ફેરફાર લાવે છે, જેથી બાળક વધુ સમય સુધી ફીડિંગ કરે છે.
- કઠોળ અને દાળ: મસૂર, મગ, ચણા અને અન્ય દાળ પ્રોટીન, આયર્ન અને ફાઇબરનો મુખ્ય સ્ત્રોત છે. ડિલિવરી પછી બોડી ટિશ્યૂના રિપેરિંગ અને નવા કોષોના નિર્માણ માટે પ્રોટીનની જરૂરિયાત વધી જાય છે. તેથી દાળ અને કઠોળને દૈનિક આહારમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ.
- તલ: સફેદ અને કાળા તલ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. સ્તનપાન કરાવતી માતાને સામાન્ય કરતા વધુ કેલ્શિયમની જરૂર હોય છે, કારણ કે બાળકના હાડકાં અને દાંતના વિકાસ માટે આ પોષક તત્વ જરૂરી છે. તલનું નિયમિત સેવન આ જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરે છે.



Leave a Comment